farmer compensation policy : ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન અને વીજ ટાવર ઊભા કરવા બદલ આપવામાં આવતા વળતરમાં નોંધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળવાનો માર્ગ મોકળો થયો છે.
farmer compensation policy : વળતરની નવી નીતિ: જંત્રીને બદલે મળશે બજાર ભાવ
અત્યાર સુધી ખેડૂતોને વીજ પોલ કે લાઇન નાખવા માટે જંત્રીના બમણા દર (200%) લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. જોકે, વિવિધ ખેડૂત સંગઠનોની સતત રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે હવે મોટો સુધારો કર્યો છે. નવી નીતિ મુજબ, હવે જંત્રી આધારિત વળતરને બદલે જમીનના પ્રવર્તમાન બજાર ભાવના બમણા ભાવ ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો.
જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે.• ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં ચારેય બાજુ વધારાના એક મીટરનો ઉમેરો કરાયો, ૭૬૫ કે.વી. લાઇનમાં ૬૨૫ ચોમી ના બદલે ૭૨૯ ચોમી નુ વળતર ચુકવાશે
• જમીનની… https://t.co/8hBBGBnqwm
— Jitu Vaghani (@jitu_vaghani) July 3, 2026
વીજ ટાવરના બેઝ એરિયામાં વધારો
સરકાર દ્વારા ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ (પાયા) વિસ્તારની ગણતરીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે, 765 કે.વી. લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, જેમાં હવે દરેક બાજુએ એક-એક મીટરનો વધારો કરી તે મુજબ 729 ચોરસ મીટર લેખે વળતર ચૂકવવામાં આવશે.
પારદર્શકતા માટે ‘એમ.આર.સી.’ (MRC) ની રચના
જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ સમિતિ ‘એમ.આર.સી.’ (MRC) ની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કલેક્ટરશ્રી, જમીનમાલિકોના પ્રતિનિધિ, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને સ્થાન આપવામાં આવશે. આ પગલાથી ખેડૂતોને અન્યાય થવાની શક્યતા નહિવત રહેશે.
વળતરની ચુકવણીમાં બદલાવ અને અન્ય લાભો
-
એકસાથે ચુકવણી: અગાઉ વળતર વિવિધ તબક્કે (40%-40%-20%) મળતું હતું, જે હવે એકસાથે અને અગાઉથી ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
-
વિસ્તાર મુજબ વળતર: રાઇટ ઓફ વે (RoW) કોરિડોર માટે ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં 60% લેખે વળતર અપાશે.
-
જૂના કામોને પણ લાભ: જે ખેડૂતોએ અગાઉ વળતર મેળવી લીધું હોય પરંતુ વીજ લાઇનનું કામ હજુ ચાલુ (પ્રગતિમાં) હોય, તેવા ખેડૂતોને પણ આ નવી નીતિનો લાભ મળવાપાત્ર રહેશે.

