First Shravan Somvar શિવઉપાસનાના મહાપર્વ સમાન પવિત્ર શ્રાવણ માસના પહેલા જ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ [Somnath Mahadev Temple] ના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સોમવારના પાવન અવસર પર વહેલી સવારથી જ દેશભરમાંથી આવેલા લાખો શિવભક્તોએ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નારા સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
First Shravan Somvar 1000 કિલો ફરાળી ચેવડાનું મહાપ્રસાદ વિતરણ
શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
-
મંદિર ટ્રસ્ટ અને આયોજકો દ્વારા દર્શનાર્થે આવતા હજારો ભક્તો માટે મહાપ્રસાદ રૂપે ૧૦૦૦ કિલો ફરાળી ચેવડા નું વિશેષ વિતરણ કરવામાં આવ્યું હતું.
-
લાંબી કતારોમાં ઊભા રહીને દર્શન કરતા ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો હતો અને અદ્ભુત ધાર્મિક માહોલનો અનુભવ કર્યો હતો.
ભક્તિમય માહોલ અને સુરક્ષા વ્યવસ્થા
સોમનાથ મંદિર પરિસર ‘ઓમ નમઃ શિવાય’ ના મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની સુરક્ષા અને સુચારુ દર્શન વ્યવસ્થા માટે પોલીસ તંત્ર અને સોમનાથ ટ્રસ્ટના સ્વયંસેવકો ખડેપહેરે હાજર રહ્યા હતા. શ્રાવણના પહેલા જ સોમવારે સોમનાથ ધામમાં સર્જાયેલા આ અલૌકિક દ્રશ્યોએ સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું.
નોધનીય છે કે શિવઉપાસનાના મહાપર્વ સમાન પવિત્ર શ્રાવણ માસના પહેલા જ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ [Somnath Mahadev Temple] ના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સોમવારના પાવન અવસર પર વહેલી સવારથી જ દેશભરમાંથી આવેલા લાખો શિવભક્તોએ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નારા સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

