અયોધ્યા રામ મંદિરમાં ચડાવા ચોરીનો મામલો: આરોપીઓ દ્વારા નકલી રસીદ બનાવી ફંડ ઉઘરાવતા હોવાનો મોટો ખુલાસો!

Ram Mandir Donation Scam

Ram Mandir Donation Scam : અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાં ચડાવા ચોરીના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં હવે એ વાતનો પર્દાફાશ થયો છે કે આરોપીઓ માત્ર મંદિરમાંથી દાન ચોરતા જ નહોતા, પરંતુ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના નામે નકલી રસીદ બુક બનાવીને લોકો પાસેથી ગેરકાયદેસર રીતે ફંડ પણ ઉઘરાવતા હતા.

Ram Mandir Donation Scam : નકલી રસીદ દ્વારા છેતરપિંડીનું કૌભાંડ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓ ટિન્નુ યાદવ, લવકુશ, કરુણેશ અને અનુકલ્પ મિશ્રા પાસેથી જૂની નકલી રસીદ બુક મળી આવી છે. આરોપીઓ જ્યારે કોઈ ભક્તને મંદિરના નામે દાન આપવા માટે તૈયાર કરતા, ત્યારે તેઓ વિશ્વાસ જીતવા માટે આ નકલી રસીદ પકડાવી દેતા હતા, જેથી કોઈને શંકા ન જાય. પોલીસ હવે આ મળી આવેલી રસીદોની ખરાઈ કરી રહી છે અને કેટલા લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે તેની તપાસ કરી રહી છે.

ત્રણ આરોપીઓ રિમાન્ડ પર: મિલકતોની તપાસ

રામ મંદિર ચડાવા ચોરી કેસની તપાસ તેજ બની છે. બુધવારે અયોધ્યા પોલીસે મુખ્ય આરોપીઓ અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા અને કરુણેશ પાંડેને રિમાન્ડ પર લઈને તેમના રહેઠાણો પર તપાસ હાથ ધરી હતી. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે:

  • ચોરીના પૈસામાંથી કઈ કઈ મિલકતો ખરીદવામાં આવી છે.

  • બેંક ખાતાઓમાં કેટલી રકમ જમા કરવામાં આવી છે.

  • ચોરાયેલા પૈસાથી ખરીદેલી જમીન અને ગાડીઓ અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

જૂની પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યા

આ અગાઉ જેલમાં પાંચ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં અનેક મહત્વની કડીઓ મળી હતી. તે પૂછપરછના આધારે જ પોલીસે હવે મુખ્ય આરોપીઓને રિમાન્ડ પર લઈને વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસનું લક્ષ્ય એ જાણવાનું છે કે આ આખું રેકેટ કેટલા સમયથી કાર્યરત હતું અને તેમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે નહીં.

આ પણ વાંચો:  ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અને તણાવને પગલે ભારતીય શેરબજારમાં ભૂકંપ, રોકાણકારોના 8 લાખ કરોડ સ્વાહા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *