PM મોદીનું મેલબોર્ન સંબોધન : આ શો હાઉસફુલ અને બ્લોકબસ્ટર છે!” ભારત-ઓસ્ટ્રેલિયાના મજબૂત સંબંધો પર ભાર

PM Modi Melbourne Visit : મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ભારતીય મૂળના લોકોના વિશાળ સમુદાયને સંબોધન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરતા તેમને પોતાના ‘મિત્ર’ ગણાવ્યા હતા. પોતાના ભાષણની શરૂઆત પીએમ મોદીએ ગુજરાતી અને હિન્દીમાં ‘નમસ્કાર’ કહીને કરી હતી. વિશાળ જનમેદનીને જોઈને પીએમ મોદીએ ઉત્સાહિત થઈને કહ્યું હતું કે, “આ શો હાઉસફુલ અને બ્લોકબસ્ટર છે!”

PM Modi Melbourne Visit : હેટ્રિક સાથે મજબૂત થતા ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો

વડાપ્રધાન મોદીએ સંબોધન દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝનો આભાર માનતા કહ્યું કે, “તમે સિડનીમાં પણ સાથે હતા અને અહીં પણ ભારતીયોની વચ્ચે આવ્યા છો.” તેમણે જૂની યાદો તાજી કરતા જણાવ્યું કે, “જ્યારે હું 2014માં ઓસ્ટ્રેલિયા આવ્યો હતો, ત્યારે 28 વર્ષના લાંબા ગાળા બાદ ભારતના કોઈ વડાપ્રધાન અહીં આવ્યા હતા. ત્યારે મેં વચન આપ્યું હતું કે હવે તમારે 28 વર્ષ સુધી રાહ જોવી નહીં પડે. છેલ્લા 12 વર્ષમાં હું ત્રીજીવાર અહીં આવ્યો છું, એટલે કે આ વખતે મેં હેટ્રિક લગાવી છે.” પીએમએ ઉમેર્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો જે ઊંચાઈ પર છે, તેમાં સૌથી મોટું યોગદાન આપ તમામ ભારતીય સમુદાયના લોકોનું છે.

મેલબોર્નમાં દેખાયું ‘લિટલ ઈન્ડિયા’

વડાપ્રધાન મોદીએ ભારતીય સંસ્કૃતિની પ્રશંસા કરતા કહ્યું, “કહેવાય છે કે મેલબોર્નમાં એક દિવસમાં ત્રણ ઋતુઓનો અનુભવ થાય છે, પરંતુ ભારતીય સમુદાયે અહીં પોતાની સંસ્કૃતિના રંગોથી તેને સજાવી દીધું છે.” તેમણે વધુમાં જણાવ્યું કે અહીં ઘણા એવા માર્કેટ છે જે ભારતીયતાના રંગમાં રંગાયેલા છે. ભલે કોઈ તેને ‘લિટલ ઈન્ડિયા’ કહે કે ‘મિની ઈન્ડિયા’, પરંતુ તે સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિમાં ઓતપ્રોત છે.

સંબંધોની નવી ઊંચાઈ

પીએમ મોદીનું આ સંબોધન બંને દેશો વચ્ચેના વધતા વ્યાપારી, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધોને એક નવી દિશા આપનારું માનવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો માટે પીએમ મોદીનું આ આગમન ગર્વ અને ઉત્સાહની લાગણી લઈને આવ્યું છે.

આ પણ વાંચો:  અમેરિકા-ઈરાન તણાવ: ટ્રમ્પે ડીલ રદ કરી, ઈરાને આપી યુદ્ધની ધમકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *