ગુજરાતમાં પાસપોર્ટ [Passport] માટે અરજી કરનારા નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશનના [Police Station] ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે [Gyanendra Singh Malik] તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે કડક દિશા-નિર્દેશો જારી કર્યા છે.
પોલીસ વડાના નવા નિયમો: અરજદારને સ્ટેશન બોલાવવા પર પ્રતિબંધ
નવી સૂચનાઓ મુજબ પાસપોર્ટ અરજદારને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ હાજર થવા માટે બોલાવી શકાશે નહીં.
-
નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસની ચકાસણી: પોલીસ દ્વારા મુખ્યત્વે અરજદારની નાગરિકતા [Citizenship] અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહેશે, સરનામાની અલગથી ચકાસણીની જરૂર નથી.
-
રૂબરૂ મુલાકાત નથી જરૂરી: પોલીસને અરજદારને રૂબરૂ મળવાની કે તેમની સહી લેવાની પણ જરૂર રહેશે નહીં. માત્ર શંકાસ્પદ કેસોમાં જ અપવાદરૂપ સંજોગોમાં રહેઠાણની મુલાકાત લઈ શકાશે.
1 જુલાઈથી પાસપોર્ટ બનાવવો બન્યો મોંઘો
એક તરફ વેરિફિકેશન પ્રક્રિયા સરળ બની છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારે ૨૬ જૂને જાહેરાત કરીને ૧ જુલાઈ, ૨૦૨૬થી પાસપોર્ટની ફીમાં મોટો વધારો કર્યો છે.
-
૩૬ પાનાના સામાન્ય નવા પાસપોર્ટની ફી ૧,૫૦0 રૂપિયાથી વધારીને સીધી ૨,૫00 રૂપિયા કરી દેવામાં આવી છે.
-
જો પાસપોર્ટ ખોવાઈ જાય કે ડેમેજ થઈ જાય, તો ૩૬ પાનાના રિપ્લેસમેન્ટ માટે સામાન્ય પ્રક્રિયામાં ૫,૦૦૦ રૂપિયા અને તત્કાલ સેવા માટે ૭,૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે. સગીરો માટે પણ રિપ્લેસમેન્ટ ફી વધારીને ૪,૨૫0 રૂપિયા કરાઈ છે.
-
જોકે, પુખ્ત વયના લોકો માટે પાસપોર્ટની માન્યતા ૧૦ વર્ષ અને સગીરો માટે ૫ વર્ષ અથવા ૧૮ વર્ષની ઉંમર સુધીની જાળવી રાખવામાં આવી છે, જેમાં કોઈ ફેરફાર કરાયો નથી.

