Mehmadabad Liquor ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે ખુદ તંત્રની પોલ ખોલતો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ભાવનગર લઠ્ઠાકાંડની ગોઝારી ઘટના બાદ હવે મહેમદાવાદ પ્રત્યે આંગળી ચીંધાઈ રહી છે, ભાવનગરમાં અત્યાર સુધીમાં 7 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મહેમદાવાદ આજે ગેરકાયદેસર દારૂનું મુખ્ય ‘એપી સેન્ટર’ બની ગયું છે.સુત્રોના જણાવ્યા અનુસાર અહીંના બોરીરોજી સહિતના વિસ્તારોમાં આજે પણ બેરોકટોક દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને બૂટલેગરોને કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ ખુલ્લેઆમ કારોબાર ચલાવી રહ્યા છે.
Mehmadabad Liquor 20 09ના કુખ્યાત લઠ્ઠાકાંડ સાથે પણ જોડાયેલા છે તાર (2009 Hooch Tragedy Link)
મહેમદાવાદના ગુનાહિત ઈતિહાસની વાત કરીએ તો, વર્ષ 2009માં સમગ્ર રાજ્યને હચમચાવી દેનારા ભયાનક લઠ્ઠાકાંડમાં ઝેરી દેશી દારૂનો મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી હતો, અને આ દારૂ પણ મહેમદાવાદથી જ મોકલવામાં આવ્યો હતો. આ વાત સાબિત કરે છે કે વર્ષોથી મહેમદાવાદ અસામાજિક તત્વો અને બૂટલેગરો માટે સેફ હેવન રહ્યું છે. અહીં માત્ર દેશી જ નહીં, પરંતુ વિદેશી (ઇંગ્લિશ) દારૂની સરેઆમ ટ્રકો મંગાવવામાં આવે છે અને અહીંથી અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે.
બૂટલેગરો બેફામ, પ્રશાસન મૂકપ્રેક્ષક ? (Bootleggers Unfazed, Admin Silent)
-
દેશી ભઠ્ઠીઓ ધમધમે છે: ગ્રામ્ય વિસ્તારો અને અંદરના વિસ્તારોમાં આજે પણ ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠીઓ બેરોકટોક ચાલી રહી છે, જે સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે ખુલ્લો ચેડાં છે.
-
વિદેશી દારૂની ટ્રકોનું નેટવર્ક: સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, ઇંગ્લિશ દારૂના બૂટલેગરો કોઈના ડર વગર મોટા પાયે ટ્રકો ભરીને દારૂ મંગાવી રહ્યા છે મોટું રેકેટ ચલાવી રહ્યા છે.
ભાવનગરમાં લઠ્ઠાકાંડના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? મહેમદાવાદના આ ગેરકાયદેસર નેટવર્ક સામે જો કડક પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

