અમદાવાદમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના: કાટમાળમાંથી માતા અને દીકરીને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

 Ahmedabad Khadia Building Collapse વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેરમાં એક મોટી અને ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. શહેરના ખાડિયા વિસ્તારમાં એક જર્જરિત બિલ્ડિંગ અચાનક તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં માતા અને દીકરી કાટમાળ નીચે ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. વરસાદના કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન

બિલ્ડિંગ ધરાશાયી થવાની જાણ થતાની સાથે જ સ્થાનિક તંત્ર, પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા કાટમાળમાં ફસાયેલા માતા અને દીકરીને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેસીબી અને અન્ય કટરની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *