Rinku Singh and Priya Saroj Wedding ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રિંકુ સિંહના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. રિંકુ આગામી 4 ડિસેમ્બરના રોજ લખનઉની રમાડા હોટલમાં મછલીશહેરથી સમાજવાદી પાર્ટી (સપા)ના સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્નજીવનમાં બંધાણાશે. આ પહેલા ગત જૂન મહિનામાં બંનેની સગાઈ થઈ હતી, જેમાં રમત જગત અને રાજકીય ક્ષેત્રના અનેક દિગ્ગજોએ હાજરી આપી હતી.
Rinku Singh and Priya Saroj Wedding : લખનઉમાં યોજાશે ભવ્ય લગ્ન સમારોહ
ઉત્તર પ્રદેશના અલીગઢના રહેવાસી રિંકુ સિંહે પોતાની સગાઈ પણ લખનઉમાં જ કરી હતી અને હવે લગ્ન માટે પણ તેણે નવાબોના શહેરની પસંદગી કરી છે. આ હાઈ-પ્રોફાઇલ લગ્નમાં દેશ-વિદેશથી દિગ્ગજ મહેમાનો સામેલ થવાની પૂરી સંભાવના છે. રિંકુ સિંહ જ્યાં ક્રિકેટ જગતનો લોકપ્રિય ચહેરો છે, પ્રિયા સરોજ રાજકારણમાં સક્રિય અને યુવા સાંસદ છે.
લગ્નની તારીખ મોકૂફ રહેવાનું કારણ અને ક્રિકેટ કારકિર્દી
અગાઉ રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન ગત વર્ષે વારાણસીની તાજ હોટેલમાં યોજાવાના હતા, પરંતુ રિંકુના પિતા ખાનચંદ સિંહનું 27 ફેબ્રુઆરી 2026ના રોજ દુઃખદ અવસાન થવાને કારણે લગ્નની તારીખ મોકૂફ રાખવામાં આવી હતી.
વ્હાઇટ બોલ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા રિંકુ સિંહે અત્યાર સુધી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 2 વનડે અને 48 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. હાલમાં તે ભારતીય T20 ટીમનો મહત્વપૂર્ણ હિસ્સો છે. વનડેમાં તેણે 55 રન બનાવ્યા છે જ્યારે T20 ઇન્ટરનેશનલની 35 ઇનિંગ્સમાં 36.94ની એવરેજ અને 156.34ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 702 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદી (સર્વોચ્ચ સ્કોર અણનમ 69 રન) સામેલ છે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રિંકુ સિંહના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. રિંકુ આગામી 4 ડિસેમ્બરના રોજ લખનઉની રમાડા હોટલમાં મછલીશહેરથી સમાજવાદી પાર્ટી (સપા)ના સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્નજીવનમાં બંધાણાશે. આ પહેલા ગત જૂન મહિનામાં બંનેની સગાઈ થઈ હતી, જેમાં રમત જગત અને રાજકીય ક્ષેત્રના અનેક દિગ્ગજોએ હાજરી આપી હતી.

