મહેમદાવાદના મૂળ વતની અને વાઘ બકરી ગ્રુપના ચેરમેન પિયુષ દેસાઈનું નિધન

Piyush Desai Passes Away

Piyush Desai Passes Away ગુજરાત સહિત દેશના વ્યાપાર અને ઉદ્યોગ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતી ટી-બ્રાન્ડ ‘વાઘ બકરી’ (Wagh Bakri Tea Group) ના ચેરમેન પિયૂષભાઈ દેસાઈનું અવસાન થયું છે. તેમના નિધનને કારણે સમગ્ર બિઝનેસ જગતમાં અને પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મૂળ ખેડા જિલ્લાના મહેમદાવાદના વતની એવા પિયૂષ દેસાઈએ વાઘ બકરી ગ્રુપને વૈશ્વિક સ્તરે અને ઘર-ઘર સુધી પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું હતું. 16સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યે અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાન ‘પુનીત’ બંગલોથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. ત્યારબાદ વી. એસ. હોસ્પિટલ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Piyush Desai Passes Away :ઉદ્યોગપતિઓ અને શ્રેષ્ઠીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

પિયૂષભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ વાઘ બકરી ગ્રુપે ભારતીય ચાના બજારમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની વ્યાપારિક સૂઝબૂઝ અને વિનમ્ર સ્વભાવને કારણે તેઓ ઉદ્યોગ જગતમાં ભારે આદરણીય સ્થાન ધરાવતા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને શ્રેષ્ઠીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

તરણેતરના મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડ્યું,5 લોકો ઇજાગ્રસ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *