નવરાત્રિમાં ગરબા પાર્ટનર ન મળતા યુવાને શોધી કાઢ્યો અનોખો રસ્તો, શરૂ કરી ‘રેન્ટ ગરબા પાર્ટનર’ સર્વિસ

Garba Partner Rental Packages

Garba Partner Rental Packages નવરાત્રિના પાવન અવસરે દાંડિયા અને ગરબા રમવા માટે પાર્ટનર ન શોધી શકતા લોકો માટે ગુજરાતના એક યુવાને અનોખો ઉકેલ શોધી કાઢ્યો છે. ક્રિષ મિસ્ત્રી નામના યુવાને એવા લોકો માટે “રેન્ટ અ ગરબા પાર્ટનર” (ગરબા પાર્ટનર ભાડે લો) નામની અનોખી ઓફર રજૂ કરી છે, જે હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે. ક્રિષના આ ક્રિએટિવ આઈડિયાને લઈને યુવાનોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Krish Mistry (@krish.mistry_17)

Garba Partner Rental Packages : જાણો સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ પેકેજની ખાસિયતો

આ યુવાને ગરબા શોખીનો માટે સેવાના ત્રણ અલગ-અલગ સ્તર (પેકેજ) રજૂ કર્યા છે:

  • સિલ્વર પેકેજ (₹1,000): આ પેકેજમાં બે કલાક માટે ગરબાના સાથી તરીકે સાથે રહેવું, મેચિંગ આઉટફિટ (એકસરખા કપડાં), ગરબાની પ્રાથમિક તાલીમ અને સેલ્ફી લેવાની સુવિધા મળે છે.

  • ગોલ્ડ પેકેજ (₹1,500): આમાં ચાર કલાક માટે સાથી તરીકે રહેવાની સુવિધા સાથે ઇન્સ્ટાગ્રામ માટે રીલ્સ અને ફોટા શૂટ કરવામાં આવે છે. તેમજ “અમે કેવી રીતે મળ્યા” તે દર્શાવતો ટૂંકો વીડિયો અને મિત્રોને “ભાઈ” કે “ભાભી” તરીકે સંબોધવાનો વિકલ્પ મળે છે.

  • પ્લેટિનમ પેકેજ (₹2,000): આ પ્રીમિયમ પેકેજમાં આખો દિવસ ગરબા રમવા, ડાન્સનું નિદર્શન અને તાલીમ, તેમજ કાર્યક્રમ પછી ક્લાયન્ટને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની જવાબદારીનો સમાવેશ થાય છે.

મિસ્ત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આ જાહેરાત મૂકીને રસ ધરાવતા લોકોને કોમેન્ટ સેક્શન દ્વારા બુકિંગ કરવા જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થયા બાદ કોઈએ તેને અનોખો “સાઇડ બિઝનેસ” ગણાવ્યો છે તો કોઈએ તેની મજાક પણ ઉડાવી છે, જ્યારે કેટલાક યુઝર્સે ગંભીર રસ દાખવીને વધુ વિગતો પણ માંગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *