Somnath Temple Eco Friendly દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, અને શ્રાવણ મહિનો તથા તહેવારો દરમિયાન ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. આ દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પર્યાવરણના રક્ષણ માટે એક મોટો અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સોમનાથ મંદિરનો પ્રસાદ પ્લાસ્ટિકના પેકિંગમાં નહીં પરંતુ ખાસ ઇકો-ફ્રેન્ડલી (Eco-friendly) પેકિંગમાં ભક્તોને પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) દ્વારા તૈયાર કરાયેલી આ વિશેષ પેકેજિંગ ડિઝાઇનનું લોન્ચિંગ કર્યું છે.
Somnath Temple Eco Friendly :ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગ સિસ્ટમનો પ્રારંભ
મંદિર પરિસરની આસપાસ એકત્ર થતા અંદાજે 1.68 લાખ કિલોગ્રામ જેટલા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કચરાની સમસ્યાને ડામવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે પ્રસાદ માટેની આ નવી ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો.
-
NID અને GPCBનું સંશોધન: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID), અમદાવાદ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે છેલ્લા બે વર્ષના સતત સંશોધન બાદ આ ઉત્તમ પહેલ તૈયાર કરવામાં આવી છે, જે સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામે એક ટકાઉ (સસ્ટેનેબલ) વિકલ્પ પૂરો પાડશે.
-
ધાર્મિક પ્રતીકો અને પરંપરાગત કળા: આ વિશેષ પેકેજિંગ ડિઝાઇન ભગવાન શિવના ધાર્મિક પ્રતીકો અને આપણા વારસામાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. જેમાં હળદર અને સિંદૂર જેવા પરંપરાગત રંગોની સાથે નંદી અને પવિત્ર બિલીપત્રની આકર્ષક ભાત કંડારવામાં આવી છે.
-
પર્યાવરણ સંરક્ષણનો સંદેશ: આ ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગ માત્ર પ્રસાદ આપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ માટે મૌન સંદેશવાહક તરીકે કાર્ય કરશે, જે લાખો શ્રદ્ધાળુઓ સુધી રાષ્ટ્રીય સ્તરનો પર્યાવરણીય સંદેશ સીધો પહોંચાડશે.
દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, અને શ્રાવણ મહિનો તથા તહેવારો દરમિયાન ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. આ દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પર્યાવરણના રક્ષણ માટે એક મોટો અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સોમનાથ મંદિરનો પ્રસાદ પ્લાસ્ટિકના પેકિંગમાં નહીં પરંતુ ખાસ ઇકો-ફ્રેન્ડલી (Eco-friendly) પેકિંગમાં ભક્તોને પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) દ્વારા તૈયાર કરાયેલી આ વિશેષ પેકેજિંગ ડિઝાઇનનું લોન્ચિંગ કર્યું છે.

