વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ ક્યારે આવશે? જાણો તારીખ, 14 ટીમો અને નવા ફોર્મેટની તમામ વિગતો

ICC World Cup 2027 Schedule

ICC World Cup 2027 Schedule આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ [International Cricket Council – ICC] વર્લ્ડ કપ 2027 [World Cup 2027] શરૂ થવામાં હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. ક્રિકેટ ચાહકો [Cricket Fans] બોર્ડ તરફથી સત્તાવાર કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ચાહકોના મનમાં ઉઠી રહેલા સવાલનો હવે ટૂંક સમયમાં જવાબ મળી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા [Times of India – TOI] ના એક અહેવાલ મુજબ, આગામી 1 ઓક્ટોબર 2026ના રોજ આઈસીસી [ICC] દ્વારા આ મેગા ઇવેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

ICC World Cup 2027 Schedule 3 દેશો કરશે વર્લ્ડ કપની યજમાની

આગામી વનડે વર્લ્ડ કપ [ODI World Cup] કોઈ એક દેશમાં નહીં, પરંતુ સંયુક્ત રીતે ત્રણ દેશોની યજમાનીમાં રમાવાનો છે. દક્ષિણ આફ્રિકા [South Africa], ઝિમ્બાબ્વે [Zimbabwe] અને નામીબિયા [Namibia] આ વૈશ્વિક ટૂર્નામેન્ટની યજમાની કરશે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો [14 Teams] ભાગ લેવા જઈ રહી છે. ટૂર્નામેન્ટના નવા ફોર્મેટ [Tournament Format] ની વાત કરીએ તો, સૌપ્રથમ સુપર સીરિઝ રાઉન્ડ [Super Series Round] રમાશે. ત્યારબાદ મુખ્ય ગ્રુપ રાઉન્ડ [Main Group Round] અને અંતે સુપર સેવન [Super Seven] મેચો યોજાશે. આ તમામ રાઉન્ડ પૂર્ણ થયા બાદ સેમીફાઈનલ [Semi-Finals] અને ફાઈનલ [Final Match] મુકાબલાઓનું આયોજન કરવામાં આવશે.

12 મેદાનો પર રમાશે રોમાંચક મેચો (12 World Cup Venues)

આગામી વર્લ્ડ કપની મેચો માટે કુલ 12 વેન્યૂ [12 Venues] ની પસંદગી કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાના મુખ્ય સ્ટેડિયમોમાં વાંડરર્સ સ્ટેડિયમ [Wanderers Stadium – Johannesburg], સેન્ચુરિયન [Centurion – Tshwane], ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ [Newlands Cricket Ground – Cape Town], કિંગ્સમીડ ક્રિકેટ ગ્રાઉન્ડ [Kingsmead – Durban], સેન્ટ જોર્જ પાર્ક [St George’s Park – Gqeberha], મંગાંગ ઓવલ [Mangaung Oval – Bloemfontein], બોલેન્ડ પાર્ક [Boland Park – Paarl] અને બફેલો પાર્ક [Buffalo Park – East London] નો સમાવેશ થાય છે. આ તમામ મેદાનો પર ક્રિકેટનો જબરદસ્ત જંગ જોવા મળશે.

તિરુવનંતપુરમ વન-ડે: ભારતે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવીને શ્રેણીમાં કરી વિજયી શરૂઆત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *