અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 7 ના મોત

Vadodara Expressway Accident

 Vadodara Expressway Accident આણંદ અને નડિયાદ [Anand and Nadiad] વચ્ચે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર [Ahmedabad-Vadodara Express Highway] એક અત્યંત ગોઝારો અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર, વહેલી સવારે આશરે 4 વાગ્યાની આસપાસ સુરતથી રાજસ્થાન [Surat to Rajasthan] જઈ રહેલી ‘સાઈ દર્શન ટ્રાવેલ્સ’ની ખાનગી લક્ઝરી બસ [Luxury Bus] અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 4 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

 Vadodara Expressway Accident  ઓવરટેકિંગ લેનમાં સર્જાઈ ભયાનક દુર્ઘટના 

આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે બસમાં સવાર તમામ મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. અહેવાલો મુજબ, બસ ઓવરટેકિંગ લેનમાં [Overtaking Lane] જઈ રહી હતી, તે જ સમયે અચાનક ટ્રક [Truck Collision] સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ખતરનાક હતી કે લક્ઝરી બસની એક બાજુના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતની ભયાનકતા એ વાત પરથી લગાવી શકાય છે કે બસની બારી અને પતરામાં મૃતદેહો ફસાયેલી હાલતમાં જોવા મળ્યા હતા.

તાત્કાલિક બચાવ કામગીરી અને પોલીસ તપાસ (Rescue Operation and Police Investigation)

દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો, હાઈવે ઓથોરિટી અને 108 એમ્બ્યુલન્સની ટીમ [108 Ambulance Service] તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવકર્મીઓએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર [Hospital Treatment] અર્થે ખસેડ્યા હતા. બીજી તરફ, ઘટનાની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસ [Anand Rural Police] પણ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોનો કબ્જો મેળવીને અકસ્માતના સાચા કારણો અને મૃતકોની ઓળખ મેળવવા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મોદી ડિગ્રી વિવાદ: અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો, રિવ્યુ પિટિશન ફગાવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *