કેપ્ટન સ્મિત મછાર: હવામાં જીવલેણ હુમલા છતાં મુસાફરોને બચાવ્યા, PM મોદીએ કર્યા વખાણ

કેપ્ટન સ્મિત મછાર

કેપ્ટન સ્મિત મછાર દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાય દુબઈની એક ફ્લાઈટમાં આકાશમાં જ ભયાનક ઘટના સર્જાઈ હતી. કોકપીટમાં કો-પાયલોટના જીવલેણ હુમલાનો શિકાર બનવા છતાં ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મછારે પોતાની અદભુત સૂઝબૂઝથી સેંકડો મુસાફરોના જીવ બચાવ્યા છે. તેમની આ અસાધારણ બહાદુરી બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાચા હીરો ગણાવીને તેમના વખાણ કર્યા છે.

કેપ્ટન સ્મિત મછાર પર ફ્લાઈટમાં થયો જીવલેણ હુમલો

પ્રાપ્ત અહેવાલો અનુસાર, ફ્લાય દુબઈની ફ્લાઈટ FZ1073 દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરીને ઈઝરાયેલના તેલ અવીવ સ્થિત બેન ગુરિયન એરપોર્ટ તરફજઈ રહી હતી. આ મુસાફરી દરમિયાન હવામાં જ કોકપીટની અંદર બંને પાયલોટો વચ્ચે ઉગ્ર ઝઘડો શરૂ થયો હતો. વાત એટલી હદે વણસી ગઈ કે કો-પાયલોટે કેપ્ટન સ્મિત મછાર પર અચાનક ચાકુ વડે હુમલો કરી દીધો હતો.

આ જીવલેણ હુમલામાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, પોતાનો જીવ જોખમમાં હોવા છતાં તેમણે હિંમત હારી નહીં. તેમણે અત્યંત ગંભીર સ્થિતિમાં પણ વિમાનનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવીને સેંકડો મુસાફરોને બચાવી લીધા હતા.

</p

>

PM મોદીએ કેપ્ટન સ્મિત મછાર ની બહાદુરીને બિરદાવી

ભારતીય મૂળના આ પાયલોટે દર્શાવેલા અપ્રતિમ સાહસની નોંધ ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક ખાસ પોસ્ટ શેર કરીને કેપ્ટન સ્મિત મછાર ની હિંમતની ભારે પ્રશંસા કરી હતી. PM મોદીએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ એક સાચા હીરો છે. સૌથી ભયાનક ખતરાનો સામનો કરતી વખતે અને પોતે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં, તેમણે બીજાના જીવ બચાવવા માટે અદ્ભુત હિંમત તેમજ અડગ સંકલ્પશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેમણે પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, તેમની આ અસાધારણ બહાદુરીના કારણે જ સેંકડો લોકોનો કિંમતી જીવ બચી શક્યો છે અને એક બહુ મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આજે સમગ્ર ભારત દેશને તેમના પર ગર્વ છે. આ ઉપરાંત વડાપ્રધાને તેઓ ઝડપથી સ્વસ્થ થાય, નવી શક્તિ પ્રાપ્ત કરે અને ફરીથી ઉત્તમ સ્વાસ્થ્ય મેળવે તેવી પ્રાર્થના પણ કરી હતી.

mustak malek

ગુજરાતી પાયલટ સ્મિત મચ્છારે હવામાં કો-પાયલટનો હુમલો નિષ્ફળ કરી 180 મુસાફરોના જીવ બચાવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *