દિલ્હીમાં રાજકીય ઘમાસાણ: ‘india’ ગઠબંધનનો સંસદથી ચૂંટણી પંચ સુધી વિરોધ માર્ચ, CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ

INDIA Bloc Election Commission Protest

INDIA Bloc Election Commission Protest  રાજધાની દિલ્હીમાં મંગળવારે રાજકીય માહોલ એકાએક ગરમાયો છે. ‘ભારત’ (INDIA) ગઠબંધનના તમામ પક્ષો એકસાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ તમામ વિપક્ષી નેતાઓ સંસદ ભવનથી ચૂંટણી પંચ (ECI) ના મુખ્યાલય તરફ કૂચ કરી રહ્યા છે. ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સામે વિરોધ દર્શાવવા આ વિરાટ કૂચનું આયોજન કરાયું છે.

INDIA Bloc Election Commission Protest  CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ

વિરોધ પક્ષોએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાનો આરોપ લગાવ્યો છે. પરિણામે, મતદાર યાદીમાંથી મોટા પાયે નામો કાઢી નાખવામાં આવ્યા હોવાની રાવ ઉઠી છે. આ સમગ્ર વિવાદ વચ્ચે વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગણી તેજ કરી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ કલ્યાણ બેનર્જીએ સીધો “મત ચોરી” નો ગંભીર આરોપ લગાવ્યો છે. સાથે જ, તેમણે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

વિજય ચોક પર કડક પોલીસ સુરક્ષા

આ હાઈ-પ્રોફાઈલ વિરોધ કૂચને જોતાં દિલ્હી પોલીસે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ખાસ કરીને વિજય ચોક અને આસપાસના રસ્તાઓ પર ચુસ્ત નાકાબંધી કરવામાં આવી છે. સંભવિત અશાંતિ રોકવા માટે પોલીસે ઘણા સ્તરો પર મજબૂત બેરિકેડિંગ કર્યું છે. આ ઉપરાંત, સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

તેમ છતાં, વિપક્ષી સાંસદો લોકશાહી બચાવવાના નારા લગાવીને આગળ વધી રહ્યા છે. જોકે, ચૂંટણી પંચ સામેનો આ વિરોધ આગામી દિવસોમાં વધુ આક્રમક બને તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.રાજધાની દિલ્હીમાં મંગળવારે રાજકીય માહોલ એકાએક ગરમાયો છે. ‘ભારત’ (INDIA) ગઠબંધનના તમામ પક્ષો એકસાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.આ તમામ વિપક્ષી નેતાઓ સંસદ ભવનથી ચૂંટણી પંચ (ECI) ના મુખ્યાલય તરફ કૂચ કરી રહ્યા છે. ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સામે વિરોધ દર્શાવવા આ વિરાટ કૂચનું આયોજન કરાયું છે.

ભાવનગરમાં ગોઝારો અકસ્માત: ત્રાપજ પાસે ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર ટક્કર, અલંગના 5 લોકોના કમકમાટીભર્યા મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *