ગુજરાતના 282 બાર એસોસિએેશનની ચૂંટણી 18 ડિસેમ્બરે યોજાશે: ‘વન બાર વન વોટ’ નિયમ લાગુ, 30% મહિલા પ્રતિનિધિત્વ અનિવાર્ય

Gujarat Bar Association Elections

Gujarat Bar Association Elections 2026: ગુજરાતના વકીલો અને ન્યાયિક ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના એડવોકેટ્સ એસોસિએશન સહિત કુલ 282 બાર એસોસિએેશનની ચૂંટણી આગામી 18 ડિસેમ્બર, 2026ના રોજ યોજાશે. આ ચૂંટણી અંગેનો સત્તાવાર કાર્યક્રમ ગુજરાત બાર કાઉન્સિલની ગત 24 ઓક્ટોબરે મળેલી બેઠકમાં જાહેર કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં ‘વન બાર વન વોટ’ (One Bar One Vote) ના નિયમનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે, જેના કારણે કોઈપણ વકીલ એક કરતાં વધુ બાર એસોસિએશનમાં મતદાન કે ચૂંટણી લડી શકશે નહીં. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર બાર એસોસિએશનની ચૂંટણીઓમાં 30 ટકા મહિલા વકીલ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાની ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે.

જાહેરાત કરાયેલા શેડ્યૂલ મુજબ, રાજ્યના તમામ બાર એસોસિએશનોએ તેમના સભ્યોની યાદી 20 નવેમ્બર, 2026 સુધીમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કચેરીમાં મોકલવાની રહેશે. સ્થાનિક ચૂંટણી માટે ચૂંટણી કમિશનરની નિમણૂક કરવાની અંતિમ તારીખ 21 નવેમ્બર રહેશે અને 23 નવેમ્બર સુધીમાં મતદાર યાદી નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરાશે. આ મતદાર યાદી સામે 25 થી 29 નવેમ્બર દરમિયાન વાંધા અરજીઓ રજૂ કરી શકાશે, ત્યારબાદ 30 નવેમ્બરે આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

Gujarat Bar Association Elections 2026: ઉમેદવારી પત્રથી લઈને મતદાન સુધીનો સંપૂર્ણ કાર્યક્રમ

ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે 1 થી 5 ડિસેમ્બર દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. 7 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 8 ડિસેમ્બર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. ઉમેદવારી પાછી ખેંચાયા બાદ 9 ડિસેમ્બરે ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે અને અંતે નિર્ધારિત સમય મુજબ 18 ડિસેમ્બરે મતદાન યોજાશે.

આ પણ વાંચો  હવે સરકારી દાખલા પર સિક્કો કરાવવા કચેરીએ જવું નહીં પડે: ડિજિટલ પ્રમાણપત્રો પર જ મળશે ઓફિશિયલ રાઉન્ડ સીલ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *