Gujarat SSR Electoral Roll લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 21 હેઠળ 01 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખને ધ્યાને રાખીને ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા ગુજરાત સહિત દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ખાસ સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્ય માટેના શિડ્યુલમાં સુધારો કરવામાં આવ્યો છે.
Gujarat SSR Electoral Roll ગુજરાત માટે SSRનો નવો અને સુધારેલો કાર્યક્રમ
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સુધારેલા કાર્યક્રમ મુજબ, 17 નવેમ્બર, 2026 સુધી મતદાન મથકોનું પુનર્ગઠન અને રૅશનલાઇઝેશન કરવામાં આવશે. ત્યારબાદ 27 નવેમ્બર, 2026ના રોજ ડ્રાફ્ટ પબ્લિકેશન મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. નાગરિકો 27 નવેમ્બર, 2026 થી 26 ડિસેમ્બર, 2026 દરમિયાન પોતાના વાંધા અને દાવાઓ રજૂ કરી શકશે. પ્રાપ્ત થયેલા તમામ વાંધા-દાવાઓનો આખરી નિકાલ 11 જાન્યુઆરી, 2027 સુધીમાં કરી દેવામાં આવશે અને ત્યારબાદ 18 જાન્યુઆરી, 2027ના રોજ આખરી (Final) મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
ગુજરાત માટે SSRનો નવો અને સુધારેલો કાર્યક્રમ
| ક્રમ | પ્રક્રિયા / કામગીરી | આખરી / સુધારેલી તારીખ |
|---|---|---|
| 1 | મતદાન મથકોનું પુનર્ગઠન / રૅશનલાઇઝેશન | 17 નવેમ્બર, 2026 સુધી |
| 2 | મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ (Draft Publication) | 27 નવેમ્બર, 2026 |
| 3 | વાંધા અને દાવાઓ રજૂ કરવાનો સમયગાળો | 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 |
| 4 | વાંધા-દાવાઓનો આખરી નિકાલ | 11 જાન્યુઆરી, 2027 સુધી |
| 5 | આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ (Final Publication) | 18 જાન્યુઆરી, 2027 |
સુધારણા કાર્યક્રમનો મુખ્ય હેતુ અને આગોતરી અરજીની સુવિધા
આ સુધારણા કાર્યક્રમનો મુખ્ય હેતુ 01 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ લાયકાત ધરાવતા નાગરિકોના નામ મતદાર યાદીમાં નોંધવાનો છે. આ ઉપરાંત, ચૂંટણી પંચ દ્વારા યુવાનોને એક વિશેષ સુવિધા પણ આપવામાં આવી છે, જે અંતર્ગત 2026ના વર્ષમાં આવનારી પછીની ત્રણ લાયકાતની તારીખો (1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર, 2027)ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા નાગરિકો પણ અત્યારથી જ આગોતરી (Advance) અરજીઓ સબમિટ કરી શકશે.લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 21 હેઠળ 01 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખને ધ્યાને રાખીને ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા ગુજરાત સહિત દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ખાસ સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્ય માટેના શિડ્યુલમાં સુધારો કરવામાં આવ્યો છે.

