સોમનાથમાં નોન-વેજ વેચાણ પ્રતિબંધ હાઈકોર્ટે રદ્દ કર્યો

Somnath Non-Veg Ban:

Somnath Non-Veg Ban: પવિત્ર શ્રાવણ મહિનામાં ગુજરાત સરકાર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સોમનાથના ચોક્કસ વિસ્તારમાં નોન-વેજના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, સરકારના આ જાહેરનામાને સોમનાથના નોન-વેજ રેસ્ટોરન્ટ ધરાવતા માલિકોએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું, જેના ચુકાદામાં આ જાહેરનામાને આખરે રદ્દ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટમાં સિંગલ જજ દ્વારા રેસ્ટોરન્ટ માલિકોની અરજી પર મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. અગાઉ સરકાર દ્વારા અપીલમાં જવા માટે ૭ દિવસનો સ્ટે માંગવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે સ્ટે આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. હાઈકોર્ટે પોતાના અવલોકનમાં ટાંક્યું છે કે આ અરજદારોની રોજીરોટીનો પ્રશ્ન છે. સિંગલ જજના આદેશ સામે સરકારી વકીલ દ્વારા ડબલ જજની બેંચ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે.

Somnath Non Veg Ban Verdict: પક્ષકારોની દલીલો અને કાનૂની સ્થિતિ

સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારોની રેસ્ટોરન્ટ સોમનાથ મંદિર તરફ જતાં રોડ પર આવેલી છે. શ્રદ્ધાળુઓની ભાવનાઓને ઠેસ ન પહોંચે તે માટે સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારોમાં નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

બીજી તરફ, અરજદારોના વકીલે દલીલ કરી હતી કે સત્તાધીશોએ હોટલો બંધ કરવા મજબૂર કર્યા છે અને અધિકારીઓ સતત હેરાન કરી રહ્યા છે. સરકારનો આ નિર્ણય નાગરિકોના મૂળભૂત અધિકારો અને રોજીરોટીના હકોનું ઉલ્લંઘન કરે છે. હાઈકોર્ટે આ તમામ દલીલોને ધ્યાને રાખીને મહત્વનો ચુકાદો આપ્યો છે.

PM મોદીએ ગુજરાતમાં કહ્યું – ‘હું છેલ્લા શ્વાસ સુધી દેશની જનતાની સેવા કરતો રહીશ’