Youth Olympics Wushu Bronze જીતીને ભારતની વુશુ ખેલાડી રાજકુમારી લંચેનબી ચાનુએ આંતરરાષ્ટ્રીય રમતજગતમાં દેશનું નામ રોશન કર્યું છે. મંગળવારે ડકારમાં યોજાયેલી યુથ ઓલિમ્પિક 2026ની મહિલા ચાંગક્વાન સંયુક્ત સ્પર્ધામાં તેણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સાથે વુશુની આ સ્પર્ધામાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય ખેલાડી બની છે.
મણિપુરની રહેવાસી રાજકુમારી લંચેનબી ચાનુએ કુલ 18.039 પોઇન્ટ મેળવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ઇજિપ્તની સોન્ડોસ સોનબોલે 18.660 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે વેનેઝુએલાની વાલેરિયા ફ્રાનેરિસ ડુડામેલે 18.199 પોઇન્ટ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
ચાનુએ સ્પર્ધાના ચાંગક્વાન વિભાગમાં 9.316 પોઇન્ટ મેળવીને બીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે ગુનશુ વિભાગમાં 8.723 પોઇન્ટ સાથે તે ત્રીજા ક્રમે રહી હતી. બંને વિભાગના સંયુક્ત પરિણામના આધારે તેને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
A historic podium finish for India! 🇮🇳🥉
Rajkumari Lanchenbi Chanu clinches bronze in the Women’s Changquan Combined event at #Dakar2026 with a combined score of 18.039! ✨
#YouthOlympics #Olympics https://t.co/DywcHFvwCp
— Olympic Khel ™ (@OlympicKhel) November 3, 2026
Youth Olympics Wushu Bronze સાથે ભારતના મેડલની સંખ્યા વધી
ડકાર યુથ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. રાજકુમારી ચાનુનો મેડલ ભારત માટે વુશુમાં વિશેષ સિદ્ધિ છે, કારણ કે આ સ્પર્ધામાં દેશને પ્રથમ વખત મેડલ મળ્યો છે.
આ પહેલાં સોમવારે યુવા ખેલાડી ખુશ્બુ રાજકભાઈએ સિલ્વર મેડલ જીતીને પોતાનું અભિયાન પૂર્ણ કર્યું હતું. તે યુથ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી બીજી ભારતીય જુડો ખેલાડી બની હતી.
બીજી તરફ, ભારતની ઉભરતી સ્વિમર ધિનીધી દેસિંઘુએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મહિલા 100 મીટર ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતના મેડલ ખાતામાં વધુ એક સિદ્ધિનો ઉમેરો કર્યો હતો.
આ રીતે વુશુ, જુડો અને સ્વિમિંગમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શને ડકાર યુથ ઓલિમ્પિકમાં દેશની હાજરી નોંધાવી છે.

