અમદાવાદ કલેક્ટર કચેરીનો મોટો નિર્ણય:6 મહિનાથી અટવાયેલી NA અને જમીન તકરારી ફાઈલોનો તાત્કાલિક નિકાલ કરવા આદેશ

Ahmedabad Collector Office

Ahmedabad Collector Office જમીન સંબંધિત કામગીરી અને બિનખેતી અરજીઓના ઉકેલ માટે અમદાવાદ કલેક્ટર કચેરી દ્વારા એક અગત્યનું પગલું લેવામાં આવ્યું છે. અધિક રેવન્યુ સેક્રેટરીની અધ્યક્ષતામાં આયોજિત સમીક્ષા બેઠકમાં ૬ મહિના કરતા વધુ સમયથી અટવાયેલી NA, નોન NA અને જમીન તકરારી ફાઈલોનો તાત્કાલિક નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સરકાર દ્વારા સંચાલિત iORA પોર્ટલ પર રજૂ થયેલી નોન NA અને NA પ્રકારની અરજીઓની વર્તમાન સ્થિતિ જાણી શકાય અને કામગીરી વધુ સરળ બને તે માટે કલેક્ટર કચેરી દ્વારા વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. હવેથી સબમિટ થયેલી ઓનલાઈન અરજીઓનું ડિજિટલ ટ્રેકિંગ કરવામાં આવશે, જેનાથી અરજી કયા ટેબલ કે અધિકારી પાસે અટકેલી છે તેનું લાઈવ સ્ટેટસ જાણી શકાશે.

Ahmedabad Collector Office: જમીન તકરારી કેસો માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી થશે

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં જમીન તકરારી કેસોમાં પ્રાંત અધિકારીઓ દ્વારા કરાતી સ્થળ તપાસ અને કાયદાકીય અભિપ્રાય આપવાની કામગીરી માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવશે. જે ફાઈલો ૬ મહિનાથી પેન્ડિંગ છે, તે અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી સ્પષ્ટપણે ખુલાસો માંગવામાં આવશે, જેથી અરજદારોને મોટી રાહત મળી રહે.

 

Tania Beach Wrestling: યૂથ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ