ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન: ‘હવે ઈરાન પર હુમલો કરવાની જરૂર નથી,યુદ્ધ સમાપ્ત

Donald Trump Iran Statement અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેમણે ઈરાન યુદ્ધ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે ઈરાન પર નવો હુમલો કરવાની કોઈ જરૂર નથી. વ્હાઇટ હાઉસના બ્રીફિંગ રૂમમાં મીડિયાને સંબોધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, “લશ્કરી રીતે ઈરાનનો ખેલ પૂરો થઈ ગયો છે. અમે ફક્ત યથાસ્થિતિ જાળવી રાખી રહ્યા છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઈરાનને મોટાભાગે “અક્ષમ” કરી દેવામાં આવ્યું છે, પરંતુ તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમને કાયમી ધોરણે નિષ્ક્રિય કરવા માટે કાયમી ઉકેલ શોધવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આ નિર્ણયને અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓ પછી ટ્રમ્પ દ્વારા બદલો લેવાની ધમકીઓથી પીછેહઠ કરવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. તાજેતરની મધ્યસત્ર ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ કોંગ્રેસના બંને ગૃહોમાં બહુમતી ગુમાવી દીધી છે, જ્યારે ડેમોક્રેટ્સે જીત મેળવી છે. ઈરાન સાથે આઠ મહિના સુધી ચાલેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો, જેનાથી વૈશ્વિક અર્થતંત્ર પ્રભાવિત થયું અને અમેરિકન મતદારોમાં વ્યાપક અસંતોષ ફેલાયો હતો.

Donald Trump Iran Statement: કતારના પીએમ સાથે થઈ મહત્વપૂર્ણ ચર્ચા

ટ્રમ્પે કતારના પીએમ શેખ અલ થાની સાથેની તેમની ચર્ચાઓ શેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન, કુવૈત અને અન્ય દેશો ઈતિહાસમાં સૌથી મોટી નૌકાદળ નાકાબંધી અને નવા ‘ઓપરેશન આયર્ન ગેટ’ને ચાલુ રાખવા માંગે છે. તમામ દેશો આ વાત પર સહમત છે કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો મેળવી શકે નહીં અને આ બાબતે કોઈ સમાધાન થઈ શકે નહીં.

સીએનએન સાથેના એક ટેલિફોન ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે જ્યાં સુધી ઇરાનીઓ સાથે વાટાઘાટોમાં પ્રગતિ થશે અને તેઓ મજબૂત કરાર પર હસ્તાક્ષર કરશે, ત્યાં સુધી બીજા હુમલાની શક્યતા નહિવત છે. જો કે, તેમણે ચેતવણી પણ આપી હતી કે જો જરૂર પડશે તો યુએસ સૈન્ય પાસે ચોક્કસ લક્ષ્યો તૈયાર છે.