Gujarat High Court Railway Compensation: ટ્રેક અકસ્માતમાં મૃત્યુ થાય તો વળતર નકારી ન શકાય, પરિવારને રૂ. 8 લાખ ચૂકવવાનો આદેશ

Gujarat High Court Railway Compensation

Gujarat High Court Railway Compensation મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. રેલવે ટ્રેક પર અકસ્માતમાં મૃત્યુ થાય ત્યારે મૃતક ટ્રેક ઓળંગી રહ્યો હતો એટલા માત્રથી તેના પરિવારને વળતર આપવાનો ઇનકાર કરી શકાય નહીં, એવું હાઈકોર્ટે ઠરાવ્યું છે. જસ્ટિસ દિવ્યેશ એ. જોશીની ખંડપીઠે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલનો અગાઉનો હુકમ રદ કરીને મૃતકના આશ્રિતોને 9 ટકા વ્યાજ સાથે રૂ. 8 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટ સમક્ષ રજૂ થયેલી વિગતો મુજબ, 18 જુલાઈ, 2023ના રોજ યુવક માન્ય ટિકિટ સાથે કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ આવતી હાવડા-ગાંધીધામ ગરબા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો. ટ્રેનના જનરલ કોચમાં ભારે ભીડ હતી. ટ્રેનને અચાનક ઝટકો લાગતાં યુવક નીચે પડી ગયો હતો અને ટ્રેન સાથે ઘસડાતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

ત્યારબાદ યુવક ટ્રેકની બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. આ અકસ્માતમાં તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

Gujarat High Court Railway Compensation: ટ્રિબ્યુનલનો હુકમ રદ

મૃતકના પરિવારજનોએ રૂ. 8 લાખના વળતર માટે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. જોકે, ટ્રિબ્યુનલે 7 નવેમ્બર, 2024ના રોજ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પરિવારજનોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

હાઈકોર્ટે ટ્રિબ્યુનલના અભિગમને ખામીયુક્ત ગણાવ્યો હતો. ચુકાદા મુજબ, વ્યસ્ત રેલવે સ્ટેશનો અને યાર્ડમાં મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવા અથવા બહાર નીકળવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવા સંજોગોમાં ટ્રેક ઓળંગવાની ઘટનાને માત્ર મુસાફરની બેદરકારી કે ગુનાહિત કૃત્ય ગણાવી રેલવે વળતરની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

આથી હાઈકોર્ટે ટ્રિબ્યુનલનો હુકમ રદ કરીને મૃતકના પરિવારને 9 ટકા વ્યાજ સાથે રૂ. 8 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

Human Trafficking in Gujarat: પાંચ વર્ષમાં માત્ર 5 આરોપીઓને સજા