Halavad bridge collapsed: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર તોફાની બેટિંગ કરતા રાજ્યના અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે,રાજ્યમાં ભારે વરસાદના લીધે મોરબની હળવદનો પુલ તૂટી જવાના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં વધુ એક પુલ ધરાશાયી થયું છે. મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ ધરાશાયી થઇ ગયો હતો. નવા કોયબાથી જુના કોયબાને જોડતો પુલ ભારે વરસાદમાં ધરાાયી થઇ ગયો હતો. ભારે વરસાદને કારણે પુલ ધોવાઇ ગયો હતો જેને કારણે વાહન વ્યવહારને અસર થઇ હતી.
Halavad bridge collapsed: હળવદના કોઇબા ગામ પાસે બ્રિજ ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો. કોઇબાથી નવા કોઇબા માટેનો રસ્તો છે ત્યા આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. કોઇબાની એક હજારની વસ્તીને આવવા જવા માટેનો એક જ રસ્તો હતો તે બ્રિજ તૂટી જતા ગામના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બ્રિજના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ભ્રષ્ટાચાર કેટલો થયો હશે તેનો જીવતો જાગતો પુરાવો જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ , ગુજરાત રિજનના બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દ્વારકા, બોટાદ અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. એટલે કે આ તમામ વિસ્તારોમાં આવતીકાલે, મંગળવારે સવાર સુધીમાં આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ ધરાશાયી થઇ ગયો હતો. નવા કોયબાથી જુના કોયબાને જોડતો પુલ ભારે વરસાદમાં ધરાાયી થઇ ગયો હતો. ભારે વરસાદને કારણે પુલ ધોવાઇ ગયો હતો જેને કારણે વાહન વ્યવહારને અસર થઇ હતી.
આ પણ વાંચો – મોરબીમાં ટ્રેકટર પલટી જતા 17 લોકો તણાયા,9 લોકોને બચાવાયા, 7 લાપતા