હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત સાબરકાંઠામાં હિંમતનગર સહકારી જીન પાસે અકસ્માત ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 7 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે એકની હાલત ગંભીર છે. શામળાજીથી અમદાવાદ જઈ રહેલી એક કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે.અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તમામ મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઇનોવા કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત આ અક્સમાતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં લાગી હતી,ભારે જહેમત બાદ મૃતદેહ કારમાંથી કાઢયા હતા, પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પોલીસ તમામ મૃતકોની ઓળખ કરી રહી છે.
નોંધનીય છે કે સાબરકાંઠામાં હિંમતનગર સહકારી જીન પાસે અકસ્માત ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 7 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે એકની હાલત ગંભીર છે. શામળાજીથી અમદાવાદ જઈ રહેલી એક કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં ઘટના સ્થળે જ 7 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે.અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તમામ મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઇનોવા કારને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.