New Mayor Hitesh Barot : થલતેજના કોર્પોરેટર હિતેશ બારોટ બન્યા અમદાવાદ શહેરના નવા મેયર

New Mayor Hitesh Barot

New Mayor Hitesh Barot :  ભારતીય જનતા પાર્ટી [Bharatiya Janata Party] દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન [Ahmedabad Municipal Corporation] એટલે કે AMC ના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે સવારે મેયર, ડેપ્યુટી મેયર સહિતના 5 મહત્વના પદો પર નવા ચહેરાઓની નિમણૂક કરી દેવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળોનો અંત લાવતા, થલતેજ [Thaltej] વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની [Hitesh Barot] અમદાવાદ શહેરના નવા મેયર [Mayor] તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

New Mayor Hitesh Barot : કમલેશ પટેલ બન્યા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન 

ભાજપ [BJP] હાઈકમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી યાદી મુજબ, મનપામાં વિકાસ કાર્યોના નિર્ણયો માટે સૌથી મહત્વનો હોદ્દો ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન [Standing Committee Chairman] તરીકે કમલેશ પટેલની [Kamlesh Patel] નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના નવા ડેપ્યુટી મેયર [Deputy Mayor] તરીકે અંજુબેન શાહની પસંદગી કરવામાં આવી છે. પક્ષ દ્વારા અનુભવી અને સક્રિય કોર્પોરેટરો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, જેઓ આગામી સમયમાં શહેરના વિકાસની ધુરા સંભાળશે.

પક્ષના નેતા અને દંડકના નામોની પણ જાહેરાત [Ruling Party Leader and Whip]

મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉપરાંત શાસક પક્ષના અન્ય બે મહત્વપૂર્ણ પદો પર પણ નિમણૂકો કરવામાં આવી છે. અમદાવાદ મનપામાં શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરની [Jashu Thakor] નિમણૂક કરવામાં આવી છે, જ્યારે પક્ષના દંડક [Whip] તરીકે અતુલ મિશ્રાને [Atul Mishra] જવાબદારી સોંપાઈ છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ 5 હોદ્દેદારોની નવી ટીમ હવે આગામી ટર્મ માટે અમદાવાદ શહેરના વહીવટ અને મહત્વના પ્રોજેક્ટ્સને આગળ ધપાવશે.

આ પણ વાંચો: અમદાવાદ: IIM રોડ પર ‘છાસવાલા’ ના અંજીર મિલ્કશેકમાંથી નીકળ્યો વંદો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *