અમદાવાદ: IIM રોડ પર ‘છાસવાલા’ ના અંજીર મિલ્કશેકમાંથી નીકળ્યો વંદો

Cockroach in Milkshake Ahmedabad

Cockroach in Milkshake Ahmedabad :શહેરમાં ખ્યાતનામ અને મોટી બ્રાન્ડના ફૂડ આઉટલેટ્સમાં [Food Outlets] સ્વચ્છતાના ધજાગરા ઉડતા હોય તેવા કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના પોશ ગણાતા IIM રોડ પર આવેલી પ્રખ્યાત ‘છાસવાલા’ની [Chhaswala] ફ્રેન્ચાઈઝીમાંથી એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ગ્રાહકે મંગાવેલા પ્રીમિયમ અંજીર મિલ્કશેકમાંથી [Fig Milkshake] મરેલો વંદો નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ નામાંકિત બ્રાન્ડ્સમાં ગ્રાહકોના આરોગ્ય અને હાઈજીન [Hygiene] સામે મોટા સવાલો ઊભા થયા છે.

Cockroach in Milkshake Ahmedabad : ગ્રાહકે વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે એક જાગૃત ગ્રાહક IIM રોડ પર આવેલી છાસવાલાની દુકાને પહોંચ્યા હતા અને અંજીર મિલ્કશેકનો ઓર્ડર આપ્યો હતો. ગ્રાહક જ્યારે પીણું પીવાની તૈયારીમાં હતા, ત્યારે જ ગ્લાસની અંદર મરેલો વંદો [Dead Cockroach] તરતો જોવા મળ્યો હતો. સ્વચ્છતાના મોટા દાવા કરતી બ્રાન્ડની આવી ભયંકર બેદરકારી જોઈને ગ્રાહકે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક સમગ્ર ઘટનાનો મોબાઈલમાં વીડિયો [Video] ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર [Social Media] વાયરલ થતાં જ લોકોમાં આઉટલેટ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો.

ફૂડ વિભાગની રેડ અને 25 હજારનો આકરો દંડ 

ઘટનાની જાણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના [Ahmedabad Municipal Corporation] હેલ્થ અને ફૂડ વિભાગને [Food Department] થતાં જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે IIM રોડ સ્થિત સંબંધિત છાસવાલા આઉટલેટ પર દરોડા પાડ્યા હતા અને કિચન એરિયામાં ચેકિંગ હાથ ધર્યું હતું. લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવા અને બેદરકારી દાખવવા બદલ AMC ના ફૂડ વિભાગ દ્વારા આઉટલેટને 25,000 રૂપિયાનો આકરો વહીવટી દંડ [Penalty] ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ ભવિષ્યમાં સ્વચ્છતાના નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે કડક નોટિસ પણ ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: પદ્મ પુરસ્કાર 2026: ગુજરાતના અરવિંદ વૈદ્ય સહિત 5 મહાનુભાવોને પદ્મશ્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *