અમદાવાદમાં રવિવારે રાત્રે શહેરના ચાણક્યપુરી વિસ્તાર માં 20થી 25 લોકોના ટોળાએ તલવાર, બેઝબોલ બેટ જેવા હથિયારો સાથે ફ્લેટમાં ઘુસી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનથી નજીક હોવા છતાં, અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, જેને લઈને પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે.
કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે
ચાણક્યપુરી વિસ્તાર ગુનેગારો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય, લૂંટ, મારામારી અને અસામાજિક તત્વોના આતંકની અનેક ઘટના સમર્થન કરી રહી છે. ગત મોડી સાંજે, ચાણક્યપુરીમાં વધુ એક કિસ્સે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ચિંતાજનક બનાવી દીધી છે
ફ્લેટમાં આતંક અને સિક્યુરિટી કેબિનમાં તોડફોડ
માહિતીઓ અનુસાર, ચાણક્યપુરી વિસ્તારમાં શિવમ આર્કેડના બી બ્લોકમાં મકાન નંબર 205ના માલિકે મકાન ભાડે આપ્યું હતું. જ્યાં એક યુવક પર શંકા આવતા, ફ્લેટના રહેવાસીઓને તેને પૂછપરછ કરવામાં આવી. તેણે રહેવાની જગ્યાની ધારણા કરતા તેમને ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો. ત્યાર બાદ 10થી વધુ યુવકો હથિયારો સાથે આવ્યા અને ફ્લેટમાં આતંક મચાવ્યો. તે જ સમયે, સિક્યુરિટી કેબિનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. વધુમાં, એક રહેવાસીને માથા પર તલવાર મારવાનો પણ પ્રયાસ થયો હતો.પોલીસે મકાનમાં તપાસ કરતા તેમાંથી કેટલીક વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી, જે પોલીસે કબજે કરી છે. આ સમગ્ર મામલે ફ્લેટના ચેરમેન પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રવિ ઠાકોર, મોન્ટુ ઠાકોર, અર્જુન ઠાકોર, પરાગ ઠાકોર સહિત તેમની સાથે આવેલા 11 જેટલા શખ્સો વિરુદ્ધમાં હત્યાના પ્રયાસ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો – દ્વારકા માં ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત,15 ગંભીર ઇજાગ્રસ્ત