Padma Shri Awards 2026: દેશના પાટનગર નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન [Rashtrapati Bhavan] ખાતે આયોજિત પ્રથમ સર્વોચ્ચ નાગરિક સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના [President Droupadi Murmu] હસ્તે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. આ ગૌરવશાળી અને ભવ્ય સમારોહમાં દેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની સાથે ગુજરાતના [Gujarat] 5 વિશિષ્ટ રત્નોને પણ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનો પૈકીના એક એવા ‘પદ્મશ્રી’ [Padma Shri Award] એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. સત્તાવાર અહેવાલો અનુસાર, આ વર્ષના પ્રથમ રાઉન્ડના સમારોહમાં કુલ 66 પદ્મ પુરસ્કારો એનાયત કરાયા હતા.
Padma Shri Awards 2026: સાહિત્ય, શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ
પ્રથમ તબક્કામાં સન્માનિત થયેલા દેશના ગૌરવ સમાન ગુજરાતના પાંચ મહાનુભાવોમાં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પ્રખ્યાત હાસ્ય લેખક ડૉ. રતિલાલ બોરીસાગરનો [Ratilal Borisagar] સમાવેશ થાય છે. તેમણે ‘મરક મરક’ અને ‘આનંદ લોક’ જેવા લોકપ્રિય હાસ્ય ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત, સામાજિક કાર્ય ક્ષેત્રે સુરતના નીલેશ માંડલેવાલાને [Nilesh Mandlewala] પદ્મશ્રી એનાયત થયો છે. ભારતના ‘ઓર્ગન મેન’ [Organ Man] અને ‘ડોનેટ લાઈફ’ સંસ્થાના સ્થાપક એવા નીલેશભાઈએ ગુજરાતમાં અંગદાન અંગે અભૂતપૂર્વ જાગૃતિ લાવી હજારો દર્દીઓને નવજીવન આપ્યું છે.
કલા અને લોકસંગીત ક્ષેત્રે દિગ્ગજોનું સન્માન
કલા ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાના સુપ્રસિદ્ધ લોક સંગીતકાર મીર હાજી કાસમ [Mir Haji Kasam], જેઓ ‘હાજી રમકડું’ તરીકે લોકપ્રિય છે, તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. ગુજરાતી રંગભૂમિ, હિન્દી ટેલિવિઝન અને સિનેમા જગતના જાણીતા કલાકાર-દિગ્દર્શક અરવિંદ વૈદ્યને [Arvind Vaidya] પણ કલા ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. તેમણે ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ અને ‘અનુપમા’ જેવી પ્રખ્યાત ટીવી સિરિયલોમાં અદ્ભુત અભિનય કર્યો છે. આ ઉપરાંત, ગુજરાતની લુપ્ત થતી પરંપરાગત આખ્યાન અને ‘માણભટ્ટ’ [Manbhatt] કલા શૈલીને જીવંત રાખનારા અગ્રણી કલાકાર શ્રી ધાર્મિકલાલ ચુન્નીલાલ પંડ્યાને પણ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: NCRB Report :ગુજરાત મહિલાઓ અને બાળકો માટે છે દેશમાં સૌથી સુરક્ષિત

