Nadiad Hospital Fire Accident નડિયાદ [Nadiad]: શહેરની જાણીતી વેદ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં [Ved Superspeciality Hospital] રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ [Intensive Care Unit] એટલે કે ICU માં અચાનક આગ લાગવાની ઘટનાને પગલે દર્દીઓ અને સ્ટાફમાં ભારે ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગી ત્યારે ICU માં સારવાર લઈ રહેલા 3 દર્દીઓ, તેમના સ્વજનો અને સ્ટાફના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ પણ દર્દીને જાનહાનિ થઈ નથી અને તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. પરંતુ આ ઘટનામાં હોસ્પિટલ મેનેજમેન્ટની [Hospital Management] ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Nadiad Hospital Fire Accident શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ ફાયર સિસ્ટમ [Fire Safety System Failed]
ઘટનાની ગંભીરતા એ હતી કે જ્યારે ICU માં આગ લાગી, ત્યારે હોસ્પિટલ પરિસરમાં લાખો રૂપિયાના ખર્ચે ઇન્સ્ટોલ કરવામાં આવેલી ફાયર સેફ્ટી સિસ્ટમ [Fire Safety System] સદંતર નિષ્ફળ રહી હતી. આ સિસ્ટમ માત્ર દેખાડા પૂરતી જ લગાવી હોય તેવો અહેસાસ હાજર લોકોને થયો હતો. ઈમરજન્સીના સમયે સિસ્ટમ કામ ન લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું હતું. ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં તેનો કોઈ જ ઉપયોગ થઈ શક્યો ન હતો, જે તંત્રની સૌથી મોટી બેદરકારી છતી કરે છે.
ફાયર બ્રિગેડે કાચ તોડીને કર્યું રેસ્ક્યૂ ઓપરેશન [Fire Brigade Rescue]
બનાવની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડનો [Fire Brigade] કાફલો ગણતરીની મિનિટોમાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આગના કારણે ICU માં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હોવાથી, વેન્ટિલેશન [Ventilation] માટે લાશ્કરોને હોસ્પિટલના કાચ તોડવાની ફરજ પડી હતી. કાચ તોડીને ધુમાડો બહાર કાઢ્યા બાદ ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી [Rescue Operation] હાથ ધરી હતી અને આગને વધુ ફેલાતી અટકાવીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીના કારણે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ આ ઘટના બાદ લોકો એવી માંગ કરી રહ્યા છે કે હોસ્પિટલોમાં માત્ર શોભા પૂરતી જ ફાયર સિસ્ટમ લગાવવાને બદલે તેને કાર્યરત અને અપડેટ રાખવી જોઈએ.

