‘જો ચૂંટણી નિષ્પક્ષ હોય તો લોકો દ્વારા બનેલી સરકારો ખતમ નથી થતી’: મુરલી મનોહર જોશી

Murli Manohar Joshi Statement

Murli Manohar Joshi Statement ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ગુરુવારે દેશની ચૂંટણી પ્રક્રિયા અને બંધારણ અંગે એક મોટું અને સૂચક નિવેદન આપ્યું છે. 21મા FICCI ઉચ્ચ શિક્ષણ સમિટ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જો ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે યોજાય અને અમલદારશાહી પારદર્શક હોય, તો લોકો દ્વારા રચાયેલી સરકારોનો ક્યારેય અંત આવતો નથી.

Murli Manohar Joshi Statement મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ પર પ્રતિક્રિયા

તાજેતરમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માં ગેરરીતિઓના ગંભીર આરોપો લાગ્યા છે. જેને લઈને વિપક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની સતત માંગ કરવામાં આવી રહી છે. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મુરલી મનોહર જોશીએ લોકશાહીના મૂલ્યોને ટાંકીને કહ્યું હતું કે, “…લોકોની, લોકો માટે અને લોકો દ્વારા બનેલી સરકારો સમાપ્ત થશે નહીં, જો ચૂંટણીઓ નિષ્પક્ષ હોય, સરકારો જવાબદાર હોય અને અમલદારશાહી પારદર્શક હોય.”

‘બંધારણનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટે તપાસ કરવી જોઈએ’

વિપક્ષની ભૂમિકા અને બંધારણીય માળખા વિશે વધુ વાત કરતા વરિષ્ઠ નેતા જોશીએ જણાવ્યું હતું કે, “વિપક્ષ જવાબદાર છે અને તેનો પોતાનો એક સ્પષ્ટ એજન્ડા છે. પરંતુ દેશમાં બધું જ બંધારણના દાયરામાં હોવું જોઈએ. જો ક્યાંય પણ બંધારણનું ઉલ્લંઘન થાય છે, તો સુપ્રીમ કોર્ટે તેની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. લોકશાહી આ જ સિદ્ધાંત પર કાર્ય કરે છે.”

મુરલી મનોહર જોશીના આ નિવેદનને વર્તમાન રાજકીય માહોલ અને ચૂંટણી પંચ સામે ઉભા થયેલા સવાલોના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Nana Patekar passes away : નાના પાટેકરનું 75 વર્ષની વયે અવસાન: ગોવામાં કાર્ડિયાક અરેસ્ટથી નિધન, બોલિવૂડમાં શોકની લહેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *