Chotila Temple : ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ગુજરાતના જાણીતા મંદિરોમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચોટીલા, અંબાજી અને પાવાગઢ ખાતે દર્શનાર્થે જનાર ભક્તોએ આ સમયસૂચિ ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ચોટીલા મંદિરમાં આરતીનો સમય બદલાયો
ચોટીલા ડુંગર પર સ્થિત માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન આરતીનો નવો સમય જાહેર કરવામાં આવ્યો છે.
સવારનો દરવાજો ખુલવાનો સમય: સવારે 5:00 વાગ્યે
સવારની આરતી: 5:30 વાગ્યે
સંધ્યા આરતી: રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયે
ભોજન પ્રસાદી: સવાર 11:00 થી બપોરે 2:00 સુધી
અંબાજી મંદિરનો નવીન સમયગાળો
30 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન અંબાજી મંદિરે પણ દર્શન અને આરતીના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.
ઘટ સ્થાપન: 30 માર્ચ, સવારે 9:15 કલાકે
સવારની આરતી: 7:00 થી 7:30
સવારના દર્શન: 7:30 થી 11:30
રાજભોગ: બપોરે 12:00 વાગ્યે
બપોરના દર્શન: 12:30 થી 16:30
સાંજની આરતી: 7:00 થી 7:30
સાંજના દર્શન: 7:30 થી 9:00
ચૈત્રી સુદ-8 (5 એપ્રિલ) અને સુદ-15 (12 એપ્રિલ) ના રોજ આરતી સવારે 6:00 વાગ્યે થશે.
6 એપ્રિલ બાદ દર્શન અને આરતી રાબેતા મુજબ ચાલુ રહેશે.
પાવાગઢ મંદિરમાં દર્શન અને આરતીની નવી વ્યવસ્થા
પાવાગઢ મંદિર ટ્રસ્ટે ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને નિજ મંદિરના સમયમાં ફેરફાર કર્યો છે.
30 માર્ચ, 5, 6 અને 12 એપ્રિલે: મંદિર સવારે 4:00 વાગ્યે ખુલશે
અન્ય તમામ દિવસો: મંદિર સવારે 5:00 વાગ્યે ખુલશે
તમામ નવ દિવસમાં મંદિર રાત્રે 8:00 વાગ્યે બંધ થશે
માતાજીના દર્શનાર્થે જતા ભક્તોએ આ નવી સમયસૂચિ મુજબ તેમના યાત્રાના આયોજન કરવું અને આરતી-દર્શનનો લાભ લેવો.