મોહંમદી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ – પવિત્ર રમઝાન મહિનામાં તમે તમારી ઝકાત કાઢીને સમાજના ઉત્તરદાયિત્વને નિભાવશો તો અલ્લાહ બેહદ ખુશ થાય છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મોહંમદી એજ્યુકેશનઅને ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટની નોંધણી 30-08 2024ના રોજ નોંધણી કરાવી છે. આ મોહંમદી એજ્યુકેશન ટ્રસ્ટ સમાજ માટે અનેક સેવાઓ પૂરી પાડિ રહી છે. જરૂરિયાત મંદ વિધાર્થીઓનો અભ્યાસને લગતો ખર્ચ ટ્રસ્ટ ઉઠાવે છે. આ ઉપરાંત ગરીબ અને જરૂરિયાત લોકોને અનાજની કિટ પણ વિના મૂલ્ય પૂરી પાડે છે.
– નોંધનીય છે કે મોહંમદી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટસમાજના આર્થિક પછાત વર્ગના લોકો માટે કપડા, દવા, સહિતની જરૂરિયાત પરિપૂર્ણ કરવાનો ભગીરથ કાર્ય અવિરત રીતે કરી રહ્યું છે. ટ્રસ્ટનો મુખ્ય હેતું સમાજના વિધાર્થીઓને શિક્ષણ પૂરૂ પાડિને શિક્ષિત કરવાનો છે. હાલ મહેમદાવાદમાં મોહંમદી એજ્યુકેશનઅને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અઘત સુવિધાવાળી સ્કૂલના નિર્માણ કરવાના કાર્યમાં ભારે જહેમત ઉઠાવીને એક મુહિમ આરંભ કરી છે. સ્કૂલના નિર્માણ માટે ફાઇલ તૈયાર કરીને સરકારી વિભાગમાં મોકલી દીધી છે. મહેમદાવાદમાં વર્ષોથી એક માંગ હતી કે સમાજની એક ભવ્ય શાળાનું નિર્માણ થાય. ટ્રસ્ટે શાળા નિર્માણનું કાર્ય હાથમાં લીધું છે.
આપની આવકમાંથી ઝકાત ,લિલ્લાહ, સદકો , ફીતરાની રકમ મોહંમદી એજ્યુકેશનઅને ચેરિટેબલ ટ્રસ્ટને આપીને ભવ્ય શાળા નિર્માણના કાર્યમાં સહભાગી બનશો. આપ દાન આપીને શાળા સહિતની સમાજસેવાના કાર્યમાં હિસ્સો આપીને નેકી કમાવો.આપની દાનની રકમ આવનાર ભવિષ્યનું નિર્માણ કરશે.
આ પણ વાંચો – Ramadan 2025 : રમઝાનમાં શું છે ‘અશરા’? તેના મહત્વ વિશે જાણો