ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લાનાં કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ડાયરા કાર્યક્રમ શરૂ થવાનો હતો, ત્યારે આ પહેલા જ માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી ગઈ. પ્રાથમિક અનુમાન અનુસાર, તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનો સંકેત મળ્યો છે. અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.