Gujarat Local Body Election : ગુજરાતમાં 9237 બેઠકો માટે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની Local Body Election માં સામાન્ય ઘટનાઓને બાદ કરતા મોટાભાગે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. આકરી ગરમી વચ્ચે રાજ્યમાં સરેરાશ 57 ટકા જેટલું Voting (મતદાન) નોંધાયું છે. શહેરી વિસ્તારોની સરખામણીએ ગામડાઓમાં મતદાતાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
Gujarat Local Body Election: મહાનગરોમાં નિરાશા, પંચાયતોમાં ભારે ઉત્સાહ
સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થતાની સાથે જ તમામ 3145 ઉમેદવારોનું રાજકીય ભાવિ EVM મશીનોમાં સીલ થઈ ગયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ અલગ-અલગ વિસ્તારોમાં નીચે મુજબનું મતદાન નોંધાયું છે:
15 મહાનગરપાલિકાઓ: 49%
84 નગરપાલિકાઓ: 59%
34 જિલ્લા પંચાયતો: 60.04%
260 તાલુકા પંચાયતો: 61.15%
વાપી અને નર્મદા જિલ્લો મોખરે
રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં વાપી 65.68 ટકા મતદાન સાથે મોખરે રહ્યું હતું, જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 39.85 ટકા વોટિંગ થયું હતું. મોટા શહેરોની વાત કરીએ તો સુરતમાં 52.83%, અમદાવાદમાં 45.35% અને રાજકોટમાં 45.21% મતદાન નોંધાયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતોની વાત કરીએ તો નર્મદા જિલ્લો 80.66% થી વધુ મતદાન સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે નગરપાલિકાઓમાં નવસારી (72.56%) આગળ છે.
28 એપ્રિલે જાહેર થશે Results
પ્રથમ બે કલાક અને બપોરે આકરી ગરમીના કારણે મતદાનની ગતિ ધીમી રહી હતી, પરંતુ છેલ્લા કલાકમાં મતદારોએ સારો એવો ધસારો કર્યો હતો. હવે સૌની નજર 28 એપ્રિલના રોજ થનારી મતગણતરી અને Election Results (ચૂંટણી પરિણામો) પર ટકેલી છે.
આ પણ વાંચો: આણંદના સાંસેજ ગામે બૂથ પર ફરજ બજાવતા ચૂંટણી કર્મચારીનું હાર્ટ એટેકથી નિધન

