gujarat weather today : હોળી પછી ગુજરાતમાં તાપમાન સતત વધતા હવામાન વિભાગે આગામી દિવસો માટે હીટવેવ ચેતવણી જાહેર કરી છે. IMDના અનુમાન મુજબ, 18 માર્ચથી 20 માર્ચ સુધી રાજ્યમાં તીવ્ર ગરમી રહેશે.
ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર
રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ પહોંચી ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી પરિસ્થિતિ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે માર્ચના અંત સુધી ગરમી વધશે અને એપ્રિલમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે.
દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી
આગામી 4 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળી ગરમી રહેશે. રાજ્યમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં પવન ફૂંકાતા રાત્રિ તાપમાનમાં પણ વધારો થયો છે. જો કે, 19 એપ્રિલ પછી ગરમી વધુ વધશે.
ગુજરાતમાં યલો અને ઓરેન્જ એલર્ટ
કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમી ચાલુ રહેશે, જેના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દીવ અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરાયું છે.
એપ્રિલમાં હવામાન કેવું રહેશે?
એપ્રિલમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાત ઉદભવવાની શક્યતા છે, જે ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર કરી શકે છે. 14 એપ્રિલથી તીવ્ર પવન, જ્યારે 19-21 એપ્રિલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચું તાપમાન રહેશે. 26 એપ્રિલે ગરમીનું પીક જોવા મળી શકે છે.
ગુજરાતના જિલ્લાઓમાં તાપમાન કેટલું?
38°C: અમરેલી, ભરૂચ, જૂનાગઢ, તાપી, વડોદરા
37°C: આણંદ, બોટાદ, છોટા ઉદેપુર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ
36°C: અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, મોરબી, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર
હવામાન વિભાગની સૂચના અનુસાર, ગરમીથી બચવા તડકાથી દૂર રહેવું અને પૂરતું પાણી પીવું જરૂરી છે.