ઇઝરાયેલે ઇરાન પર કર્યો ભીષણ હુમલો ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે ઈરાનના લશ્કરી મથકો અને રાજધાની તેહરાન અને નજીકના શહેરો પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલાની પુષ્ટિ ઈઝરાયેલી સેનાએ પણ કરી છે. IDF દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, મહિનાઓથી ઈરાન દ્વારા સતત થઈ રહેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ હુમલાની માહિતી ઈરાની મીડિયા દ્વારા પણ આપવામાં આવી છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે ઈઝરાયેલે તહેરાન નજીક અનેક સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવ્યા છે.
IDF એ હુમલાની પુષ્ટિ કરી છે- ઇઝરાયેલે ઇરાન પર કર્યો ભીષણ હુમલો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ઈરાન અને તેના પ્રોક્સીઓ 7 ઓક્ટોબરથી ઈઝરાયેલ પર સતત સાત મોરચે હુમલા કરી રહ્યા છે, જેમાં ઈરાની ધરતી પરથી સીધા હુમલાનો સમાવેશ થાય છે. વિશ્વના દરેક સાર્વભૌમ દેશની જેમ, ઇઝરાયેલને પણ જવાબ આપવાનો અધિકાર અને ફરજ છે. અમે ઇઝરાયલ અને ઇઝરાયલી લોકોની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરીશું.
IDF એ અન્ય એક ફોટો શેર કર્યો જેમાં ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ હરઝી હલેવી, ઇઝરાયેલી વાયુસેનાના કમાન્ડિંગ ઓફિસર જનરલ ટોમર બાર સાથે, કેમ્પ રાબિન (કિરિયા) ખાતેના ભૂગર્ભ કમાન્ડ સેન્ટરમાંથી ઈરાન પર હુમલાની કમાન્ડ કરી રહ્યા છે.
બીજી તરફ, સીરિયાની સરકારી સમાચાર એજન્સી SANAના અહેવાલ મુજબ, ઇઝરાયેલે રાત્રે લગભગ 2 વાગ્યે દક્ષિણ અને મધ્ય સીરિયામાં અનેક સૈન્ય સ્થળો પર હુમલો કર્યો. આ હુમલા તે જ સમયે થયા છે જ્યારે ઈઝરાયેલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા. રિપોર્ટ અનુસાર, સીરિયાએ ઇઝરાયેલની કેટલીક મિસાઇલોને તોડી પાડી હતી. અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
આ પણ વાંચો – ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરવાની કરી રહ્યો છે તૈયારી, પેન્ટાગોનમાંથી ફાઈવ આઈઝનો એક્સક્લુઝિવ દસ્તાવેજ થયો લીક