Jignesh Dada Controversy News: ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદા [Jignesh Dada] હાલ ગંભીર આક્ષેપોને કારણે ચર્ચામાં છે. અમદાવાદના સાયન્સ સિટી [Science City] વિસ્તારમાં જીગ્નેશ દાદા અને જમીન કૌભાંડમાં પકડાયેલા બિલ્ડર મિતેષ પટેલ [Mitesh Patel] વચ્ચેના સંબંધોને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. તાજેતરમાં જ મિતેષ પટેલ અને તેના પરિવારની જમીન કૌભાંડમાં [Land Scam] ધરપકડ થઈ છે, ત્યારે કથાકાર અને બિલ્ડર વચ્ચે રોકડમાં થયેલી મોટી લેતીદેતીના અહેવાલોએ જોર પકડ્યું છે.
બિલ્ડરોને વ્યાજે નાણાં ધીરવાનો ગંભીર આક્ષેપ (Jignesh Dada Controversy News)
વ્યાસપીઠ પરથી ધર્મની વાતો કરતા કથાકારો અને સાધુ-સંતોના કનેક્શન ઘણીવાર ગુનેગારો સાથે ખુલતા હોય છે. જીગ્નેશ દાદા પર આક્ષેપ છે કે તેઓ કથાના માધ્યમથી એકઠા થયેલા નાણાં બિલ્ડરોને [Builders] 2 થી 3 ટકા વ્યાજે ધીરે છે. જોકે, આ વ્યવહારો રોકડમાં [Cash Transactions] હોવાથી તેના પુરાવા મળવા મુશ્કેલ છે. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ [ED] કે પોલીસ તપાસ થાય તો જ સત્ય બહાર આવે તેમ છે. બીજી તરફ, તેમના અનુયાયીઓ આને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન [Vishwa Umiya Foundation] સાથેના જૂના વિવાદને કારણે બદનામ કરવાનું ષડયંત્ર ગણાવી રહ્યા છે.
3.5 કરોડનું ફુલેકું અને ‘તથાસ્તુ’ ના નામે ઉઘરાણું (Fraud and Donation Controversy)
ચર્ચા મુજબ, સાયન્સ સિટીના એક બિલ્ડરે જીગ્નેશ દાદાનું આશરે 3.5 કરોડ રૂપિયાનું ફુલેકું ઉડાડ્યું છે. અનુયાયીઓના મતે દાદા નિર્દોષ છે, પરંતુ જાણકારોનું કહેવું છે કે બિલ્ડર અને દાદા વચ્ચે પૈસાની માંગણી બાબતે અનેકવાર બોલાચાલી થઈ હતી. કથાકારના ખાસ ગણાતા રાજ પટેલે [Raj Patel] ખુલાસો કર્યો છે કે આ પૈસા દાદાના નથી પરંતુ તેમના નજીકના મનહરકાકાના [Manharkaka] 5 કરોડ રૂપિયા છે. વધુમાં, ‘તથાસ્તુ’ [Tathastu Donation] ના નામે લખાયેલા પૈસા પણ મિતેષ પટેલ પાસેથી લેવાના નીકળતા હોવાનું તેમણે કબૂલ્યું છે.
ધર્મની આડમાં આર્થિક સામ્રાજ્ય? (Financial Empire Behind Religion)
ગુજરાતમાં ધર્મના નામે સંસ્થાઓ અને સારવારના બહાને આર્થિક સામ્રાજ્ય ઊભું કરવાનો રાફડો ફાટી નીકળ્યો છે. અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના [Swaminarayan Sect] કાલુપુર મંદિરના [Kalupur Temple] મહંતની વ્યાજખોરીની ડાયરી પણ પકડાઈ હતી. જીગ્નેશ દાદા સામે ઉઠેલા આ આક્ષેપો જો સાચા સાબિત થાય, તો તે કરોડો ભક્તોની આસ્થા સાથે મોટો ખિલવાડ ગણાશે. હાલ તો આ સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પ્રેમલગ્ન કરવા હવે નહીં રહે આસાન! સરકારે લીધો આ મોટો નિર્ણય

