વડોદરાની MSU માં ABVP ના ‘સંસ્કાર સંગમ’ કાર્યક્રમમાં બોલિવૂડ સોંગ પર ડાન્સથી વિવાદ: વિદ્યાર્થિનીએ આપી સફાઈ

MS University ABVP Dance Controversy

MS University ABVP Dance Controversy: વડોદરાની [Vadodara] ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી [MS University – MSU] ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ [ABVP] દ્વારા આયોજિત ‘સંસ્કાર સંગમ’ [Sanskar Sangam] કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીના ડાન્સ પરફોર્મન્સને લઈને હોબાળો મચી ગયો છે. બોલિવૂડના ચર્ચિત ગીત ‘દિલ ધક-ધક કરને લગા’ પર સાડી પહેરીને ડાન્સ કરતી વિદ્યાર્થિનીનો વીડિયો વાયરલ [Viral Video] થયા બાદ રાજકીય અને સામાજિક સ્તરે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થયા છે.

વિદ્યાર્થિનીની સફાઈ અને વિરોધ પક્ષ પર પ્રહાર (MS University ABVP Dance Controversy)

વિવાદ વધતા ઉત્તરાખંડની રહેવાસી અને ડાન્સ કરનાર વિદ્યાર્થિનીએ પોતાની સફાઈ રજૂ કરી છે. તેણે જણાવ્યું કે, “મેં સાડી પહેરીને ડાન્સ કર્યો હતો, તેમાં કોઈ અશ્લીલતા [Obscenity] નહોતી. માત્ર ગીતની પસંદગી કદાચ ખોટી હોઈ શકે, પરંતુ આ કોઈ દેશદ્રોહ નથી.” વિદ્યાર્થિનીએ વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે જો બોલિવૂડ ગીતોથી આટલી જ તકલીફ હોય તો લોકો તે જુએ છે કેમ? તેણે પોતાની માનસિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા NSUI અને કોંગ્રેસ [Congress] પર આ વીડિયોને ખોટી રીતે ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

ABVP એ પલ્લું ઝાડી કોંગ્રેસ-NSUI ને જવાબદાર ઠેરવ્યા (ABVP Response and Political Dispute)

આ સમગ્ર મામલે ABVP એ પોતાનો બચાવ કરતા કહ્યું છે કે, આ વિદ્યાર્થિનીએ ઓડિશન [Audition] આપ્યું નહોતું, પરંતુ વારંવાર વિનંતી કરતા તેને પરફોર્મ કરવા દેવામાં આવી હતી. પરિષદે દિલ્હીથી જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે, આ વીડિયો કોંગ્રેસ અને NSUI દ્વારા સુનિયોજિત રીતે વાયરલ કરવામાં આવ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ નેતા રાગિણી નાયક [Ragini Nayak] અને પ્રવક્તા નિશાંત રાવલે [Nishant Raval] કાર્યક્રમની ગરિમા અને સંસ્કારના નામે થતા આવા પ્રદર્શનો પર સવાલો ઉઠાવ્યા છે.

સંસ્કારી નગરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પર ઉઠ્યા સવાલો (Cultural Event Controversy in Vadodara)

7 થી 9 એપ્રિલ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, લોકનૃત્ય અને પહેરવેશને રજૂ કરવાનો હતો. જોકે, ‘ધક-ધક’ સોંગ પરના ડાન્સે વડોદરા જેવી સંસ્કારી નગરીમાં નવી ચર્ચા છેડી છે. ABVP એ સ્પષ્ટતા કરી છે કે આ વીડિયો તેમના ઓફિશિયલ પેજ પરથી નહીં, પરંતુ વિદ્યાર્થિની જે પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર [Social Media Influencer] છે, તેના અંગત હેન્ડલ પરથી પોસ્ટ થયો હતો. હાલમાં આ મુદ્દો શૈક્ષણિક જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: કેસરી સિંહ સોલંકી કોંગ્રેસમાં સામેલ; ભાજપને મોટો ઝટકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *