Ranbir Kapoor Ayodhya Land : બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર અયોધ્યામાં રિયલ એસ્ટેટ માર્કેટમાં એન્ટ્રી કરી છે. જાણીતા ડેવલપર ‘ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા’ (HoABL) ના જણાવ્યા અનુસાર, રણબીરે અયોધ્યામાં સરયુ નદીના કિનારે આવેલા એક પ્રીમિયમ પ્રોજેક્ટમાં ₹3.31 કરોડ ની કિંમતનો પ્લોટ ખરીદ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ડીલ બાદ અયોધ્યામાં લક્ઝરી પ્રોપર્ટીની માંગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
Ranbir Kapoor Ayodhya Land : સરયુ નદીના કિનારે 75 એકરનો આલીશાન પ્રોજેક્ટ
રણબીર કપૂરે જે પ્રોપર્ટી ખરીદી છે તે અયોધ્યાના સૌથી ચર્ચિત અને લક્ઝુરિયસ વિસ્તારમાં સામેલ છે.
-
પ્લોટની વિગત: રણબીરે 2,134 સ્ક્વેર ફીટ નો પ્લોટ પોતાના નામે કર્યો છે.
-
પ્રોજેક્ટનું નામ: આ પ્લોટ HoABL ના ફ્લેગશિપ પ્રોજેક્ટ ‘The Sarayu’ (ધ સરયુ) નો એક ભાગ છે, જે 75 એકરમાં ફેલાયેલો છે.
-
પ્રીમિયમ સુવિધાઓ: આ પ્રોજેક્ટમાં એક ભવ્ય ક્લબહાઉસ, 35 થી વધુ આધુનિક લાઈફસ્ટાઈલ સુવિધાઓ અને ‘ધ લીલા’ (The Leela) ગ્રુપ દ્વારા સંચાલિત 5 એકરનું ફાઈવ-સ્ટાર સંપૂર્ણ શાકાહારી લક્ઝરી હોટેલ પણ હશે.
‘અયોધ્યાએ મને પસંદ કર્યો છે’ – રણબીર કપૂર
આ રોકાણ અંગે ખુશી વ્યક્ત કરતા રણબીર કપૂરે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું માનું છું કે અયોધ્યાએ મને પસંદ કર્યો છે, અને મેં માત્ર આ અંતરાત્માના અવાજને પ્રતિસાદ આપ્યો છે. અયોધ્યા આપણા ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા સાથે ઊંડી રીતે જોડાયેલું છે. ‘ધ સરયુ’ માં આ જમીન ખરીદવી એ મારા પરિવાર માટે એક કાયમી વારસો (Legacy) સુરક્ષિત કરવાનો મારો માર્ગ છે.” રણબીરે ડિજિટલ અને પારદર્શક પ્રક્રિયા માટે ડેવલપર કંપનીના વખાણ પણ કર્યા હતા.
‘રામાયણ’ ફિલ્મ અને અયોધ્યા કનેક્શન
રણબીર કપૂરનું આ રોકાણ એવા સમયે સામે આવ્યું છે જ્યારે તેઓ ડિરેક્ટર નિતેશ તિવારીની આગામી ભવ્ય ફિલ્મ ‘રામાયણ’ માં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ બે ભાગમાં બની રહી છે અને તેનું બજેટ અંદાજે ₹4,000 કરોડ હોવાનું કહેવાય છે. ફિલ્મની રિલીઝ (દિવાળી ૨૦૨૬) પહેલા રણબીરનું અયોધ્યામાં જમીન ખરીદવું ચાહકો માટે ખૂબ જ ખાસ બની ગયું છે.
અમિતાભ બચ્ચન પણ કરી ચૂક્યા છે મસમોટું રોકાણ
નોંધનીય છે કે અયોધ્યામાં પ્રોપર્ટી ખરીદનારા રણબીર કપૂર પ્રથમ કલાકાર નથી. આ અગાઉ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ આ જ ‘ધ સરયુ’ પ્રોજેક્ટ તેમજ તેની આસપાસ અલગ-અલગ તબક્કામાં કરોડો રૂપિયાના પ્લોટ ખરીદ્યા છે, જેમાં માર્ચ ૨૦૨૬ માં કરાયેલી ₹35 કરોડની ડીલ પણ સામેલ છે. રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યા ગ્લોબલ ટૂરિઝમ અને રિયલ એસ્ટેટ હબ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર ‘ટીવીની નાગિન’ ના છૂટાછેડાની ચર્ચા: ચાહકો આઘાતમાં

