Stock Market Crash ગુરુવાર, 8 ઓક્ટોબર 2026ના રોજ ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં જોરદાર ઘટાડો થતાં રોકાણકારોની સંપત્તિમાં મોટી ખોટ થઈ. બપોરે 1 વાગ્યા આસપાસ સેન્સેક્સ 1,000થી વધુ પોઈન્ટ ઘટીને લગભગ 71,600ની આસપાસ અને નિફ્ટી 22,250ની નીચે પહોંચી ગયો હતો.
Stock Market Crash સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડો
ગુરુવારે શરૂઆતથી જ બજાર પર દબાણ હતું, પરંતુ જેમ જેમ ટ્રેડિંગ આગળ વધ્યું તેમ વેચવાલી વધુ તેજ બની. બપોરે 1:31 વાગ્યે સેન્સેક્સ 71,605.71 પર હતો, જે 1,032.99 પોઈન્ટનો ઘટાડો હતો. નિફ્ટી 50 પણ 22,260.85 પર પહોંચી ગયો હતો, એટલે કે 342.20 પોઈન્ટ અથવા 1.51%નો ઘટાડો.
Stock Market Crashરોકાણકારોના ₹10 લાખ કરોડથી વધુ ધોવાયા
શેરબજારમાં આ ઘટાડાની સીધી અસર કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશન પર પડી. અહેવાલો અનુસાર ગુરુવારે બજારની કુલ માર્કેટ વેલ્યુમાં આશરે ₹10 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો.
મોટી કંપનીઓમાં પણ વેચવાલી જોવા મળી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ, ITC અને અન્ય લાર્જ-કેપ શેરો દબાણ હેઠળ રહ્યા. અદાણી એન્ટરપ્રાઇઝિસમાં ઇન્ટ્રાડે લગભગ 7% સુધીનો ઘટાડો નોંધાયો હતો.
શેરબજાર કેમ તૂટ્યું?
બજારમાં ઘટાડા પાછળ એકથી વધુ કારણો જવાબદાર હોવાનું બજાર નિષ્ણાતો માની રહ્યા છે. સૌથી મહત્વપૂર્ણ કારણોમાં RBIનો 25 બેસિસ પોઈન્ટનો રેપો રેટ વધારો, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, ઊંચા બોન્ડ યીલ્ડ અને રૂપિયામાં નબળાઈ સામેલ છે.
RBIએ એક દિવસ પહેલાં રેપો રેટ વધારીને 5.50% કર્યો હતો અને નીતિ વલણને ‘Calibrated Tightening’ તરફ બદલ્યું હતું. આ નિર્ણય બાદ બજારમાં વ્યાજદર અને મોંઘવારી અંગેની ચિંતા વધી છે
લખનૌમાં IndiGo ફ્લાઇટ પર વીજળી પડી, વિમાનને નુકસાન; 110 મુસાફર સુરક્ષિત

