ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર નું 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. બુધવારે બપોરે તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
વીરજી ઠુમ્મર નીસાંજે 5 વાગ્યે અંતિમ યાત્રા
વીરજી ઠુમ્મરની અંતિમ યાત્રા બુધવારે સાંજે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. તેમના નિધનના સમાચારથી કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
વીરજી ઠુમ્મર 2004થી 2009 સુધી અમરેલીના સાંસદ
વીરજી ઠુમ્મરે ખેડૂત નેતા તરીકે પોતાની જાહેર જીવનની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ અમરેલી જિલ્લા પંચાયત સાથે જોડાયા હતા. 2004ની લોકસભા ચૂંટણીમાં તેઓ અમરેલી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા અને 2004થી 2009 સુધી સાંસદ રહ્યા હતા.
લાઠી બેઠક પરથી ધારાસભ્ય પણ રહ્યા
વીરજી ઠુમ્મર 2017થી 2022 દરમિયાન લાઠી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે લાઠી બેઠક પરથી ચૂંટણી લડી હતી.
સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં શોક
કોંગ્રેસના નેતા લલિત વસોયા અને લલિત કગથરાએ વિરજી ઠુમ્મરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, ઠુમ્મર ખેડૂતો અને સમાજના પ્રશ્નોને લઈને સક્રિય રહેતા હતા. ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સહિત અન્ય નેતાઓએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.વીરજી ઠુમ્મરના અવસાનથી અમરેલી સહિત સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રમાં શોકની લાગણી ફેલાઈ છે.ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર નું 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. બુધવારે બપોરે તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ભાવનગરમાં ગોઝારો અકસ્માત: ત્રાપજ પાસે ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર ટક્કર, અલંગના 5 લોકોના કમકમાટીભર્યા મોત

