Bhadaj Tree Plantation અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ Mission Five Million Trees અંતર્ગત શહેરમાં 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત ભાડજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, મેયર હિતેશ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Bhadaj Tree Plantation ભાડજમાં 85 હજાર ચોરસ મીટરના પ્લોટમાં વૃક્ષારોપણ
ભાડજના આશરે 85,000 ચોરસ મીટરના પ્લાન્ટેશન પ્લોટમાં 66,600 ચોરસ મીટર વિસ્તારમાં એક લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. અહીં 38થી વધુ પ્રકારની વૃક્ષ પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં ત્રિફળા વન વિકસાવવામાં આવશે.
One hour. 3,61,617 plants. 25,000+ people. One extraordinary achievement.
At Bhadaj, Ahmedabad came together to create a Guinness World Record for the largest Miyawaki plantation in one hour. What began as a plantation drive became a moment of global recognition, powered by collective participation and the efforts of AMC. Ahmedabad planted together. Ahmedabad made history.
#SevaJyotiYatra #SevaJyotiKalashYatra #25YearsOfSeva #ViksitBharat2047 #SankalpSeSiddhi
@PMOIndia @CMOGuj @HiteshBarotBJP @PIBAhmedabad @InfoGujarat @infoahdgog @MyGovGujarati @DDNewsGujarati @GujUDMission
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) October 8, 2026
એક કલાકમાં 3.61 લાખ રોપાઓ વાવીને ગિનીસ રેકોર્ડ
ભાડજ ખાતે AMC દ્વારા અગાઉ યોજાયેલા મેગા વૃક્ષારોપણ અભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી માત્ર એક કલાકમાં 3.61 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. આ અભિયાનમાં 25 હજારથી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને આશરે 76,000 ચોરસ મીટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
મેયર સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
વૃક્ષારોપણ કાર્યક્રમમાં સાંસદ દિનેશ મકવાણા, ડેપ્યુટી મેયર અંજુબહેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, રાજકીય અગ્રણી પ્રેરક શાહ, સ્થાનિક ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત AMCના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
2019થી શરૂ થયું હતું વૃક્ષારોપણ અભિયાન
AMC દ્વારા વર્ષ 2019માં Mission Million Trees અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દર વર્ષે વૃક્ષારોપણના લક્ષ્યાંકમાં વધારો કરવામાં આવ્યો. હવે AMCએ શહેરમાં 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. આ અભિયાનનો હેતુ અમદાવાદમાં હરિયાળી વધારવા અને શહેરી પર્યાવરણને વધુ ટકાઉ બનાવવાનો છે

