India Bloc Protest મુખ્ય ચૂંટણી કમિશનર અને SIR વિરુદ્ધ ઈન્ડિયા બ્લોકનો આક્રોશ વધુ તેજ બન્યો છે. આજે સળંગ ત્રીજા દિવસે પણ રાજધાનીમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. કોંગ્રેસે આ મામલે રણનીતિ ઘડવા અને શક્તિ પ્રદર્શન માટે પોતાના તમામ સાંસદો અને મુખ્યમંત્રીઓને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા છે. આ મહા વિરોધમાં TMC, ડાબેરીઓ સહિત અન્ય વિપક્ષી દળો પણ જોડાય તેવી પૂરી શક્યતા છે. આ રાજકીય હલચલ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આજે દિલ્હી પહોંચી રહ્યા છે.
India Bloc Protest બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે CJP નું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બીજી તરફ, દક્ષિણ ભારતમાં પણ આ મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે CJP દ્વારા SIR અને મહિલાઓ વિરુદ્ધ હિંસાના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. CJP ની મુખ્ય માંગ SIR તાત્કાલિક રદ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની છે. બેંગલુરુના આ વિરોધ બાદ સંસ્થા દ્વારા આગામી ૧૦ ઓક્ટોબરે દિલ્હીમાં પણ મોટા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
રાહુલ-પ્રિયંકાની અટકાયત સામે કોંગ્રેસ મનાવી રહી છે ‘કાળો દિવસ’
ગત ૬ અને ૭ ઓક્ટોબરના રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસનો સીધો આરોપ છે કે આ દરમિયાન પોલીસે તેમની સાથે કથિત રીતે ગેરવર્તણૂક કરી અને શારીરિક હિંસાનો આશરો લીધો હતો. આ પોલીસ કાર્યવાહીના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા ‘કાળો દિવસ’ (Black Day) મનાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે એક સત્તાવાર પરિપત્ર જારી કરીને પોતાના તમામ સાંસદોને દિલ્હીમાં હાજર રહેવા કડક સૂચના આપી છે.
દિલ્હીમાં મોટા પ્રદર્શનની તૈયારીઓ તેજ
કોંગ્રેસ આજે દિલ્હીમાં એક મોટા અને આક્રમક વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહી છે. જોકે, આ પ્રદર્શનનું ચોક્કસ સ્થળ અને સમય હજુ સુધી ગુપ્ત રાખવામાં આવ્યા છે. અગાઉ બુધવારે કોંગ્રેસના નેતાઓ કનોટ પ્લેસ પર એકઠા થયા હતા અને ત્યાંથી અચાનક જંતર-મંતર તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ પોલીસે તેમને રસ્તામાં જ અટકાવી દીધા હતા.
Nana Patekar passes away : નાના પાટેકરનું 75 વર્ષની વયે અવસાન: ગોવામાં કાર્ડિયાક અરેસ્ટથી નિધન, બોલિવૂડમાં શોકની લહેર

