ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ સર્વાનુમતે પસાર: મકાન માલિકો અને ભાડૂઆતો માટે નવા નિયમો લાગુ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને મકાન માલિકો તેમજ ભાડૂઆતો વચ્ચેના સંબંધોમાં શિસ્ત તથા સંતુલન લાવવાના ઉદ્દેશ્યથી ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આ ક્રાંતિકારી વિધેયક રજૂ કરતા તેની મહત્વની જોગવાઈઓ અને હેતુઓની વિગતવાર માહિતી આપી હતી. અત્યાર સુધી રાજ્યમાં મિલકત ભાડે…

