Trump Iran Ceasefire : અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા સંઘર્ષને વિરામ મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને અત્યંત આકરા શબ્દોમાં નકારી કાઢ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેનો યુદ્ધવિરામ અત્યારે તેના સૌથી નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને તે માત્ર ‘જીવન સહાય’ (Life Support) એટલે કે વેન્ટિલેટર પર ટકેલો છે.
Trump Iran Ceasefire : “ઈરાનનો પ્રસ્તાવ કચરો છે
સોમવારે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ઈરાનના પ્રતિભાવ પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “તેમણે અમને જે પ્રતિભાવ મોકલ્યો છે તે માત્ર કચરો છે. મેં તે વાંચ્યો અને મને તે જરાય પસંદ પડ્યો નથી.” ટ્રમ્પે તેમના ‘ટ્રુથ સોશિયલ’ પ્લેટફોર્મ પર પણ આ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યો હતો. આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે ફરીથી સશસ્ત્ર સંઘર્ષ શરૂ થવાની ભીતિ સેવાઈ રહી છે.
VIDEO | Washington DC: US President Donald Trump says ceasefire is on ‘life support’ after rejecting Iran’s latest proposal for not including nuclear concession.
(Source: Third Party)
(Full video available on https://t.co/n147TvrpG7) pic.twitter.com/jGdPERs287
— Press Trust of India (@PTI_News) May 11, 2026
તેલ પુરવઠો અને વૈશ્વિક સંકટ
ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધે વૈશ્વિક તેલ પુરવઠા માટેના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોને અવરોધિત કર્યા છે. જો યુદ્ધવિરામ સંપૂર્ણપણે નિષ્ફળ જશે તો દુનિયાભરમાં ઈંધણની ભારે અછત સર્જાઈ શકે છે અને તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. ભારત સહિતના દેશો માટે આ સમાચાર ચિંતાજનક છે, કારણ કે આ પુરવઠો વૈશ્વિક અર્થતંત્રની કરોડરજ્જુ છે.
યુદ્ધવિરામની સ્થિતિ: 28 ફેબ્રુઆરી થી અત્યાર સુધી
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરીથી યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ત્યારબાદ 8 એપ્રિલે બંને પક્ષો હુમલા રોકવા અને યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. જોકે, કાયમી શાંતિ માટે ચાલી રહેલી વાટાઘાટોમાં ઈરાનનો નવો પ્રતિભાવ ટ્રમ્પને ગમ્યો નથી, જેના કારણે હવે શાંતિ પ્રક્રિયા લગભગ ‘વેન્ટિલેટર’ પર આવી ગઈ છે.

