ચરોતર નાગરિક સહકારી બેંક કૌભાંડનો 20 વર્ષથી મોસ્ટ વોન્ટેડ આરોપી વિરેન્દ્ર પટેલ ઝડપાયો,જાણો

આણંદની ચરોતર નાગરિક સહકારી બેંકના ભાગેડુ ડિરેકટર અને 20 વર્ષથી મોસ્ટ વોન્ટેડ રહેલા વિરેન્દ્ર પટેલ આખરે ઝડપાઈ ગયો હતો. ઈન્ટરપોલની મદદથી સીબીઆઈએ અમદાવાદથી તેની ધરપકડ કરી હતી. તેના પર પોન્ઝી સ્કીમમાં 77 કરોડથી વધુની ઉચાપતનો આરોપ હતો, જેમાં તેણે ચરોતર નાગરિક સહકારી બેંકમાં ઉચાપત કર્યું હતું. 2002માં ગુજરાત પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરી હતી, અને 3 માર્ચ 2004માં સીબીઆઈએ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદની ચરોતર નાગરિક સહકારી બેંકના 77 કરોડના કૌભાંડ કેસમાં સીબીઆઈએ 20 વર્ષથી વોન્ટેડ પૂર્વ ડિરેક્ટર વિન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. વિન્દ્ર પટેલની અમેરિકાથી અમદાવાદ આવવાની બાતમી મળ્યા બાદ, અમદાવાદ એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી.

વિરેન્દ્ર પટેલ સામે 2002માં બેંક કૌભાંડ કેસ હેઠળ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, અને 3 માર્ચ 2004માં ઈન્ટરપોલની મદદથી રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમના દ્વારા ગુજરાત પોલીસને વિન્દ્ર પટેલનો કબજો આપવામાં આવ્યો હતો.

આરોપી વિરેન્દ્રપટેલ સામે આણંદના ટાઉન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દ્વારા તેની સામે બનાવટી દસ્તાવેજો અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ઈન્ટરપોલની વિવિધ ચેનલના માધ્યમથી આરોપીની કડી મળતાં, અંતે પોલીસે તેને દબોચી લીધો હતો.

 

આ પણ વાંચો-   PM મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં નહીં જાય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *