Iran America Tension: અમેરિકા સાથે યુદ્ધની આશંકા વચ્ચે ઈરાનમાં પ્રચંડ ધડાકો: તેહરાનમાં ધુમાડાના ગોટેગોટા

Iran America Tension

Iran America Tension: અમેરિકા અને ઈઝરાયેલ સાથે વધતા તણાવ વચ્ચે ઈરાનના તેહરાન પ્રાંતમાં એક જોરદાર વિસ્ફોટની ઘટના સામે આવી છે. તેહરાનના પારંદ શહેરમાં એક બહુમાળી ઈમારતમાં થયેલા આ ધડાકા બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે, ઈરાની સત્તાવાળાઓએ આ ઘટના પાછળ કોઈ બાહ્ય હુમલાનો ઈનકાર કર્યો છે અને તેને નદી કિનારે લાગેલી આગ ગણાવી છે, પરંતુ આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Iran America Tension: સેટેલાઈટ ઈમેજમાં ઈરાનની ‘વોર પ્લાનિંગ’ ખુલી

આ ઘટનાની સાથે જ કેટલીક ચોંકાવનારી સેટેલાઈટ તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે ઈરાન પોતાની મહત્વની મિલિટરી સાઈટ્સ પર કોંક્રિટના ‘રક્ષા કવચ’ (શીલ્ડ) બનાવી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલની નજરથી બચવા માટે ઈરાને આ કોંક્રિટ સ્ટ્રક્ચરને માટીથી ઢાંકી દીધા હતા, પરંતુ સેટેલાઈટ દ્વારા આ ગુપ્ત તૈયારીઓ ઝડપાઈ ગઈ છે. ઈરાન તે સ્થળો પર બાંધકામ કરી રહ્યું છે જ્યાં અગાઉ ઈઝરાયેલે હુમલા કર્યા હતા.

 

 

પરમાણુ મથકો અને મિસાઈલ બેઝ પર કામ તેજ

તસવીરો પરથી એ પણ જાણવા મળ્યું છે કે ઈરાન ન્યુક્લિયર સાઈટ પર જવા માટેની ટનલના પ્રવેશદ્વારને વધુ મજબૂત બનાવી રહ્યું છે. આ ઉપરાંત, અગાઉના અમેરિકી હુમલામાં જે મિસાઈલ બેઝને નુકસાન થયું હતું તેની પણ ઝડપથી મરામત કરવામાં આવી રહી છે. ઈરાને હાલમાં જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Hormuz) બંધ કરવાની અને મિસાઈલ ફાયર કરવાની પણ ધમકી આપી છે, જે વિશ્વના તેલ સપ્લાય માટે ખૂબ મહત્વનું છે.

શા માટે વધી રહ્યું છે તણાવ?

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું છે કે ઈરાન હજુ પણ અમેરિકાની ‘રેડ લાઈન્સ’ ને સ્વીકારી રહ્યું નથી. ઓમાનની મધ્યસ્થતામાં ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત ચાલી રહી હોવા છતાં, ગ્રાઉન્ડ લેવલ પર યુદ્ધની તૈયારીઓ ઓછી થઈ રહી હોય તેમ લાગતું નથી. તેહરાનથી ૩૦ કિમી દૂર આવેલ પરચિન મિલિટરી કોમ્પ્લેક્સ જેવી સંવેદનશીલ જગ્યાઓ પર થઈ રહેલું નવું બાંધકામ કોઈ મોટી યુદ્ધની તૈયારી તરફ ઈશારો કરે છે.

આ પણ વાંચો: સુંદર પિચાઈનું ભારતને મોટી ગિફ્ટ: વિશાખાપટ્ટનમમાં સ્થપાશે દેશનું પહેલું AI હબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *