AMC ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીનો મેગા પ્લાન: ગુજરાતમાં 239 તો અમદાવાદમાં 33 ઉમેદવારો મેદાને, જાણો કોને મળી ટિકિટ?

AIMIM Ahmedabad Candidate List

AIMIM Ahmedabad Candidate List : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ‘ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન’ (AIMIM) એ પણ કમર કસી લીધી છે. AIMIM પાર્ટી તરફથી આખા ગુજરાતમાં કુલ 239 ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા છે, જ્યારે એકલા અમદાવાદ મહાનગરપાલિકામાં 33 ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે.

AIMIM Ahmedabad Candidate List: કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી: 12 વોર્ડમાં ઉતાર્યા ઉમેદવારો

તાજેતરમાં જાહેર થયેલા 33 ઉમેદવારોના લિસ્ટ પર નજર કરીએ તો, AIMIM એ અમદાવાદના મુસ્લિમ બહુલ અને મિશ્ર વસ્તી ધરાવતા 12 જેટલા વોર્ડ પર સીધું ફોકસ કર્યું છે. પાર્ટીએ શાહપુર, દરિયાપુર, સરસપુર, ખાડિયા, જમાલપુર, સરખેજ, મક્તમપુરા, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, લાંભા અને વટવા વોર્ડમાં પોતાના મજબૂત ઉમેદવારો ઉતાર્યા છે. આ તમામ વિસ્તારો પરંપરાગત રીતે કોંગ્રેસની વોટબેંક રહ્યા છે, જેના કારણે કોંગ્રેસનું ટેન્શન વધવું નિશ્ચિત છે.

‘દલિત-મુસ્લિમ’ સમીકરણનો માસ્ટરસ્ટ્રોક

આ લિસ્ટની સૌથી ચોંકાવનારી અને નોંધનીય બાબત એ છે કે ઓવૈસીની પાર્ટીએ માત્ર મુસ્લિમ ઉમેદવારો પર જ દાવ નથી રમ્યો, પરંતુ દલિત (SC) સમાજના ઉમેદવારોને પણ ટિકિટ આપીને ‘દલિત-મુસ્લિમ એકતા’ નું મોટું સોશિયલ એન્જિનિયરિંગ કર્યું છે.
લિસ્ટમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે:

ખાડિયા (વોર્ડ નં 28): શંકરભાઈ રાઠોડ (SC)

મક્તમપુરા (વોર્ડ નં 34): રાકેશ મહેરિયા (SC)

બહેરામપુરા (વોર્ડ નં 35): ભાનુબેન પરમાર (SC)

ગોમતીપુર (વોર્ડ નં 38): હિતેન્દ્ર પરમાર (SC)

આ સાથે જ, ગોમતીપુર વોર્ડમાં લોકલાડીલા અને વિસ્તારના ‘108’ ગણાતા સિનિયર નેતા ઇકબાલ શેખને પણ પાર્ટીએ સત્તાવાર રીતે મેદાને ઉતાર્યા છે, જેઓ કોંગ્રેસ છોડીને આવ્યા છે.અમદાવાદમાં 33 ઉમેદવારોની આ ફોજ સાથે AIMIM એ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તેઓ માત્ર વોટ કાપવા નહીં, પરંતુ જીતવાના મક્કમ ઇરાદા સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

 

આ પણ વાંચો:  કોંગ્રેસે કદર ન કરતા ઇકબાલ શેખનો છલક્યો ‘ઔવેસી પ્રેમ’! રાજીનામું આપીને કર્યા આકરા પ્રહાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *