Great Indian Bustard Chick Missing: ગુજરાતના કચ્છ [Kutch] જિલ્લામાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. લુપ્ત થવાની અણી પર રહેલા પક્ષી ઘોરાડને [Great Indian Bustard – GIB] બચાવવાના મિશનને મોટો ઝટકો લાગ્યો છે. લગભગ એક દાયકા બાદ ગુજરાતની ધરતી પર જે બચ્ચાનો જન્મ થયો હતો, તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયું છે. આ નાના પક્ષીની સુરક્ષા માટે વન વિભાગે 50 ગાર્ડ્સ તૈનાત કર્યા હતા, છતાં સુરક્ષામાં થયેલી આ ચૂકથી વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
જેસલમેરથી નલિયા સુધીની ‘સરોગેસી’ સફર (Great Indian Bustard Chick Missing)
ઘોરાડના અસ્તિત્વને ટકાવી રાખવા વૈજ્ઞાનિકોએ જેસલમેરના [Jaisalmer] સમ સ્થિત બ્રીડિંગ સેન્ટરમાંથી એક ફર્ટાઈલ ઈંડું પસંદ કર્યું હતું. આ ઈંડાને ખાસ પોર્ટેબલ ઈનક્યૂબેટરમાં રાખી 21 માર્ચના રોજ 770 કિમી દૂર કચ્છના નલિયા [Naliya] લાવવામાં આવ્યું હતું. આ ‘જંપસ્ટાર્ટ’ [Jumpstart Technique] અથવા સરોગેસી પદ્ધતિ હેઠળ ઈંડાને અહીંની જંગલી માદા ઘોરાડના માળામાં મૂકાયું હતું. 26 માર્ચ, 2026ના રોજ આ ઈંડામાંથી બચ્ચું બહાર આવતા તેને વન વિભાગની મોટી જીત માનવામાં આવી હતી.
50 ગાર્ડ્સ અને વોચ ટાવર છતાં નિષ્ફળતા (VVIP Security for GIB Chick)
આ નવજાત બચ્ચાની સુરક્ષા કોઈ VVIP જેવી જ હતી. 50 સભ્યોની સ્પેશિયલ ટીમ, ઊંચા વોચ ટાવર્સ અને દૂરબીનથી 24 કલાક દેખરેખ રાખવામાં આવતી હતી. આ વિસ્તારના રસ્તાઓ પણ સીલ કરી દેવામાં આવ્યા હતા. જોકે, ગત 18 એપ્રિલથી આ બચ્ચું તેની માતા સાથે ક્યાંય દેખાયું નથી. વન વિભાગના [Forest Department] સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા ઘેરામાં રહી ગયેલી નાની એવી જગ્યાનો લાભ લઈ શિકારી કૂતરા અથવા શિયાળ અંદર ઘૂસ્યા હોવાની આશંકા છે.
લુપ્ત થવાના આરે કચ્છના ઘોરાડ (Threat to Endangered Species)
કચ્છના આ ઘાસિયા મેદાનોમાં હવે માત્ર ત્રણ માદા ઘોરાડ બચી છે, જ્યારે ત્યાં કોઈ નર ઘોરાડ નથી. આવી સ્થિતિમાં ‘જંપસ્ટાર્ટ’ ટેકનિકથી જન્મેલું આ બચ્ચું આશાનું છેલ્લું કિરણ હતું. અત્યાર સુધી બચ્ચાના કોઈ અવશેષ મળ્યા નથી, પરંતુ આટલા દિવસો સુધી તેની ભાળ ન મળતા તેના જીવતા હોવાની શક્યતા નહિવત મનાય છે. આ ઘટનાએ ફરી એકવાર ભારતના રાજ્ય પક્ષી એવા ઘોરાડના સંરક્ષણ [GIB Conservation] સામે મોટા પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: ભોજનમાં જીવાત મળતા Barbeque World હોટલ સીલ

