PM Modi Italy Meloni : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇટાલી પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો ઉપરાંત એક ખૂબ જ રસપ્રદ ચિત્ર સામે આવ્યું છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હેડલાઇન્સ બટોરી છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની દ્વારા આયોજિત સત્તાવાર ડિનર બાદ, પીએમ મોદી અને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રોમના જગપ્રસિદ્ધ ઐતિહાસિક સ્મારક ‘કોલોસિયમ’ (Colosseum) ની ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે જોવા મળેલી શાનદાર કેમેસ્ટ્રી અને હળવાશભરી પળોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઇન્ટરનેટ પર ફરી એકવાર ‘મૅલોડી’ (Melodi) ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU
— Narendra Modi (@narendramodi) May 20, 2026
PM Modi Italy Meloni : ઐતિહાસિક કોલોસિયમની પૃષ્ઠભૂમિમાં ખાસ મુલાકાત
વિશ્વની અજાયબીઓમાં સ્થાન ધરાવતા રોમના કોલોસિયમ સ્મારક આગળ પીએમ મોદી અને ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની હસતા મુખે વાતો કરતા અને સ્મારકની ભવ્યતા નિહાળતા કેમેરામાં કેદ થયા હતા. ઇટાલીના પીએમે પોતે પીએમ મોદીને આ પ્રાચીન રોમન સ્થાપત્યના ઇતિહાસ અને તેના મહત્વ વિશે રસપ્રદ વિગતો આપી હતી. આ મુલાકાત દર્શાવે છે કે ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધો માત્ર વ્યાપારિક કે વ્યૂહાત્મક નથી, પરંતુ બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે વ્યક્તિગત સ્તરે પણ ઘનિષ્ઠ અને મજબૂત મિત્રતા છે.
Welcome to Rome, my friend! 🇮🇹🇮🇳 pic.twitter.com/mUjFL4HIqY
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 19, 2026
સોશિયલ મીડિયા પર ‘Melodi’ ટ્રેન્ડ સાથે તસવીરો વાયરલ
બંને નેતાઓની મુલાકાતની ઓફિશિયલ તસવીરો જાહેર થતાંની સાથે જ ફેસબુક, એક્સ (ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ પર યૂઝર્સે તેને ભારે ઉત્સાહથી શેર કરવાનું શરૂ કર્યું છે.વૈશ્વિક પત્રકારત્વ અને સોશિયલ મીડિયામાં પીએમ મોદી (Modi) અને જ્યોર્જિયા મેલોની (Meloni) ના નામને જોડીને બનેલો ‘Melodi’ શબ્દ ફરી ટોપ ટ્રેન્ડમાં આવી ગયો છે. યુઝર્સ આ કેમેસ્ટ્રીને ‘વૈશ્વિક મિત્રતાનું આધુનિક ઉદાહરણ’ ગણાવી રહ્યા છે.આ તસવીરોએ બંને દેશોના નાગરિકો વચ્ચે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એક હકારાત્મક માહોલ ઊભો કર્યો છે.
આ પણ વાંચો: ‘હું કોઈ વિદેશી એજન્ટ નથી!’ PM મોદીને સવાલ કરનારી નોર્વેની પત્રકાર હેલ્લે લિંગેએ કરી સ્પષ્ટતા

